શી જિનપિંગે કરેલી પહેલથી બગડી ગયો ટ્રમ્પનો ખેલ, ભારત-ચીન સંબંધો સુધરવા લાગ્યા
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે વેપાર યુદ્ધ

જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે વેપાર યુદ્ધ વધારી રહ્યા હતા, તે જ સમયે ચીને ભારત સાથે શાંતિપૂર્ણ રીતે સંબંધો સુધારવાનો પ્રયાસ શરૂ કર્યો. જેની શરૂઆત ચીને કરી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતને પત્ર મોકલ્યો, ત્યારબાદ ભારતે પણ પોતાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા.
એક ભારતીય અધિકારીને ટાંકીને એક રિપોર્ટમાં કહેવાયું છે કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સંબંધો સુધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પત્રમાં ચીને યુએસ કરાર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ચીનના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. શીનો આ મેસેજ પીએમ મોદી સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
જૂનમાં પ્રયાસો શરૂ થયા
અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, મોદી સરકારે જૂનમાં ચીન સાથે સંબંધો સુધારવા માટે ગંભીર પ્રયાસો શરૂ કર્યા હતા. તે સમયે અમેરિકા સાથે વેપાર વાટાઘાટો તણાવપૂર્ણ બની રહી હતી અને મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસના યુદ્ધ બાદ ટ્રમ્પે યુદ્ધ વિરામ કરાવ્યાના દાવાથી ભારત ગુસ્સે ભરાયું હતું.
મોદી 7 વર્ષ પછી ચીનની મુલાકાતે જશે
ઓગસ્ટ સુધીમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવાની પ્રક્રિયા તેજ થઈ હતી. ટ્રમ્પના ટેરિફથી પ્રભાવિત થઈને બંને દેશોએ ગયા અઠવાડિયે 2020ના ઘાતક સરહદ સંઘર્ષને ભૂલવા માટે એક મોટું પગલું ભર્યું. બંને દેશો તેમના વસાહતી યુગના સરહદી વિવાદોને ઉકેલવા માટેના પ્રયાસોને બમણા કરવા સંમત થયા. આ બધા પ્રયાસો પછી પીએમ મોદી આ સપ્તાહના અંતે સાત વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાતે જશે.
ભારત-ચીન વચ્ચે સંબંધો સુધરવાથી અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ચીનને વધુ શક્તિશાળી બને તેને સંતુલિત કરી શકાય. ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા માટે ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાદીને આ સમીકરણો ઉપર પાણી ફેરવી નાંખ્યું. ટ્રમ્પનો આ નિર્ણય મોદી સરકારને આશ્ચર્યચકિત કરતો હતો. ભારત કે ચીન દ્વારા હાલમાં આ બાબતે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવી રહ્યું નથી.








