મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ટ્રમ્પની ડબલ ગેમ? એકતરફ શાંતિની વાતો અને બીજી તરફ મિડલ ઈસ્ટમાં 10,000 સૈનિકો ખડકવાની તૈયારી!

Donald Trump about War : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 10 દિવસ સુધી ઈરાનના એનર્જી પ્લાન્ટ્સ

ટ્રમ્પની ડબલ ગેમ? એકતરફ શાંતિની વાતો અને બીજી તરફ મિડલ ઈસ્ટમાં 10,000 સૈનિકો ખડકવાની તૈયારી!
આ સમાચાર સાંભળો

Donald Trump about War : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 10 દિવસ સુધી ઈરાનના એનર્જી પ્લાન્ટ્સ અને તેલ સુવિધાઓ પર હુમલો ન કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે, હાલ વાતચીત ચાલી રહી છે અને શાંતિની તક છે. જોકે, આ શાંતિના દાવાઓ વચ્ચે રણમેદાનની તસવીર કંઈક અલગ જ દેખાઈ રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, પેન્ટાગોન મિડલ ઇસ્ટમાં 10,000 વધારાના ગ્રાઉન્ડ ટ્રૂપ્સ મોકલવાની યોજના બનાવી રહ્યું છે.

વાતચીત અને હુમલો ઈતિહાસનું પુનરાવર્તન?

નોંધનીય છે કે, ગત 28 ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે પણ મોટા સ્તરે શાંતિ વાર્તા ચાલી રહી હતી. તે વાર્તાલાપ વચ્ચે જ થયેલા હુમલામાં સુપ્રીમ લીડર ખામેનેઈ સહિત 40 ટોપ કમાન્ડર માર્યા ગયા હતા. આથી, અત્યારની શાંતિ મંત્રણા વચ્ચે સૈનિકોનો વધારો કોઈ મોટા ઓપરેશનનો સંકેત હોઈ શકે છે.

અમેરિકાએ મેદાનમાં ઉતારી ડ્રોન સ્પીડબોટ્સ

અમેરિકાએ પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, તેણે ઈરાન સામેની લડાઈમાં ડ્રોન સ્પીડબોટ્સનો ઉપયોગ શરૂ કર્યો છે. પેન્ટાગોને આ હાઈટેક નૌકાઓના ઉપયોગની પુષ્ટિ કરી છે, જે અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવી હતી.

શું છે આ ડ્રોન નૌકાઓની ખાસિયત?

ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત પેન્ટાગોનના સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા ટિમ હોકિન્સે જણાવ્યું કે આ સમગ્ર ઓપરેશનનું નામ ઓપરેશન એપિક ફ્યુરી રાખવામાં આવ્યું છે. મેરીલેન્ડની કંપની બ્લેકસી દ્વારા બનાવાયેલી આ નૌકાઓ GARC બોટ્સ હાલ ગ્રીકમાં પેટ્રોલિંગ માટે વપરાય રહી છે. સર્વેલન્સ અને હુમલો કરવા માટે આ બોટનો ઉપયોગ થાય છે.  આ ડ્રોન નૌકાઓ મુખ્યત્વે દેખરેખ માટે છે, પરંતુ જરૂર પડ્યે તે ઘાતક હુમલો કરવા માટે પણ સક્ષમ છે.

યુક્રેન-રશિયા યુદ્ધ બાદ મહત્વ વધ્યું

યુક્રેન-રશિયા યુદ્ધમાં આવી ડ્રોન નૌકાઓએ રશિયાના બ્લેક સી ફ્લીટને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારથી તેની અહમિયત વધી ગઈ છે. બીજી તરફ, ઈરાને પણ છેલ્લા એક મહિનામાં ગલ્ફમાં ઓઈલ ટેન્કરો પર દરિયાઈ ડ્રોનથી બે વાર હુમલા કર્યા છે. અમેરિકાની આ નવી ટેકનોલોજી ઈરાનની આક્રમકતાને રોકવા માટેનો માસ્ટરપ્લાન માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો