'તમારા પણ આવા જ હાલ કરીશું', વેનેઝુએલા પર એક્શન બાદ ટ્રમ્પની વધુ બે દેશોને ધમકી
અમેરિકન સૈનિકોએ ' ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ' કરીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની પત્ની

અમેરિકન સૈનિકોએ ' ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ' કરીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની પત્ની સહિત ધરપકડ કરી છે. તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં સારું નેતૃત્વ સ્થાપિત ન થાય ત્યાં સુધી અમેરિકા દ્વારા શાસન ચલાવવાની વાત કરી. આ દરમિયાન ટ્રમ્પે કોલંબિયા અને ક્યુબાને પણ ધમકી આપી છે. તેમણે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોને ધમકી આપતા કહ્યું કે, ત્યાંના નેતાઓ પણ વેનેઝુએલાના લોકોની જેમ શાસન કરી રહ્યા છે. તેમનો એકમાત્ર હેતુ કોકેનનું ઉત્પાદન કરો અને પછી તેને અમેરિકામાં વેચી દો.
અમેરિકાએ વેનેઝુએલા પર ડ્રગ્સના વેપારનો આરોપ લગાવીને હુમલો કર્યો હતો. કોલંબિયા સામેની ટ્રમ્પની ધમકી પણ ચિંતાજનક છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ક્યુબા સામે પણ આવી જ ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું કે, ત્યાંની સરકાર ગમે ત્યારે પડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં સવાર થવા દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે આવું કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે નિકોલસ માદુરોનું અપહરણ થયા પછી પણ તેઓ લશ્કરી કાર્યવાહી માટે તૈયાર હતા. ટ્રમ્પે કહ્યું કે કોલંબિયા અને વેનેઝુએલા બંનેની સ્થિતિ ખરાબ છે.
એક બીમાર માણસ ચલાવી રહ્યો છે કોલંબિયાની સરકારઃ ટ્રમ્પ
બોગોટામાં એક ખૂબ જ બીમાર માણસ સરકાર ચલાવી રહ્યો છે જે કોકેન ઉત્પાદન કરીને અમેરિકામાં વેચે છે. ટ્રમ્પની આ ટિપ્પણી કોલંબિયા માટે સીધો ખતરો માનવામાં આવી રહ્યો છે. પેટ્રોકેમિકલ કોર્પોરેશનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આવું લાંબા સમય સુધી ચાલશે નહીં. ટ્રમ્પે કહ્યું કે, કોલંબિયામાં પણ આવી જ કાર્યવાહી થઈ શકે છે.
ટ્રમ્પની કાર્યવાહી સામે કોલંબિયાના નેતાઓ ગુસ્સે ભરાયા છે.તેમણે કહ્યું કે બધા લેટિન અમેરિકન દેશોએ આવી કાર્યવાહી સામે એક થવું જોઈએ. અમેરિકા આપણી સાથે ગુલામ કે નોકર જેવું કેવી રીતે વર્તી શકે? માનવ ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે દક્ષિણ અમેરિકન દેશની રાજધાની પર આ રીતે બોમ્બમારો કરવામાં આવ્યો છે. અમેરિકા આવું કરનાર એકમાત્ર દેશ છે. તેમણે કહ્યું કે આ લેટિન અમેરિકા માટે એક થવાની તક છે. આપણે આપણી શક્તિઓને સમજવી જોઈએ.






