મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'મોદી જેવા લોકપ્રિય નથી ટ્રમ્પ, તેમના નિર્ણયો પણ બદલાઈ જશે': ઇયાન બ્રેમર

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની અમેરિકી કાર્યવાહીમાં ધરપકડ બાદ વૈશ્વિક રાજક

'મોદી જેવા લોકપ્રિય નથી ટ્રમ્પ, તેમના નિર્ણયો પણ બદલાઈ જશે': ઇયાન બ્રેમર

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની અમેરિકી કાર્યવાહીમાં ધરપકડ બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે, જાણીતા જીઓપોલિટિકલ એક્સપર્ટ ઇયાન બ્રેમર આ ઘટનાથી અમેરિકાને મળનારા લાંબા ગાળાના ફાયદા અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. બ્રેમરે જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા ગયા પછી આ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

નેતૃત્વની સરખામણી: મોદી વિરુદ્ધ ટ્રમ્પ

ઇયાન બ્રેમરે અમેરિકાની રાજકીય વ્યવસ્થાની સરખામણી ભારત, ચીન અને રશિયા સાથે કરતા એક અવલોકન કર્યું હતું. તેમણે કહ્યું,  અમેરિકામાં દર ચાર વર્ષે સત્તા બદલાય છે, જેના કારણે નીતિઓમાં સાતત્ય રહેતું નથી. બ્રેમરના મતે, ટ્રમ્પ એટલા લોકપ્રિય નથી જેટલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પીએમ મોદીએ લોકશાહીમાં રહીને 10 વર્ષથી વધુ સમય સુધી મજબૂત લોકપ્રિયતા સાથે દેશ ચલાવ્યો છે.

ટ્રમ્પ અત્યારે 80 વર્ષના છે અને ત્રણ વર્ષમાં સત્તાની બહાર થઈ જશે. જે રીતે ટ્રમ્પે અગાઉના પ્રમુખની નીતિઓ બદલી હતી, તેવી જ રીતે તેમનો ઉત્તરાધિકારી ટ્રમ્પના નિર્ણયોને પલટાવી શકે છે.

વેનેઝુએલાના તેલ ભંડાર અને આર્થિક પડકારો

માદુરોની ધરપકડ પાછળ અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય વેનેઝુએલાના તેલ સંસાધનો પર નિયંત્રણ હોવાનું માનવામાં આવે છે, પરંતુ બ્રેમર અહીં પણ અનેક પડકારો જુએ છે. 

વેનેઝુએલા જે પહેલા દૈનિક 30 લાખ બેરલ તેલનું ઉત્પાદન કરતું હતું, તે અત્યારે ઘટીને માત્ર 8 લાખ બેરલ પર આવી ગયું છે. તેલ કંપનીઓ ત્યારે જ રોકાણ કરશે જ્યારે તેમને વેનેઝુએલામાં રાજકીય સ્થિરતા અને નફાકારક માહોલ દેખાશે.અત્યારે વૈશ્વિક સ્તરે ઉર્જાની કિંમતો નીચે છે, જે અમેરિકા માટે આર્થિક ફાયદાને મર્યાદિત કરી શકે છે.

ઇયાન બ્રેમરના મતે, માદુરોની ધરપકડને અમેરિકાની કાયમી વ્યૂહાત્મક જીત માનવી ઉતાવળ ગણાશે. વેનેઝુએલાની રાજકીય સ્થિરતા અને ટ્રમ્પ પછીની અમેરિકી નીતિ જ નક્કી કરશે કે આ વિશાળ તેલ ભંડારથી ખરેખર કોઈ લાંબા ગાળાનો ફાયદો થશે કે નહીં.

આ સમાચાર શેર કરો