આ મહાસત્તા ભારત અને રશિયા સાથે ઈચ્છે છે ત્રિપક્ષીય સહયોગ, RIC ફરી શરૂ કરવા કરી હાકલ
ચીને આજે ગુરુવારે રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય સહયોગ ફરી

ચીને આજે ગુરુવારે રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય સહયોગ ફરી શરૂ કરવા હાકલ કરી છે. જેમાં પહેલાં રશિયાએ પહેલ કરી હતી. જેનું જિનપિંગે સમર્થન કર્યું છે. ચીને કહ્યું કે, રશિયા, ભારત અને ચીન એમ ત્રિપક્ષીય સહયોગ ન માત્ર ત્રણેય દેશના હીતમાં છે, પરંતુ વિસ્તાર અને વિશ્વની સુરક્ષા અને સ્થિરતા માટે પણ ઘણો અગત્યો છે.
રશિયાએ શું કહ્યું?
રશિયાના સમાચાર પોર્ટલ ઇઝવેસ્ટિયાએ ગુરુવારે રશિયાના ઉપવિદેશ મંત્રી આંદ્રેઈ રુડેન્કોને ટાંકીને કહ્યું હતું કે, 'માસ્કો RIC ફોર્મેટને ફરીથી સ્થાપિત થવાની આશા રાખે છે અને આ મુદ્દાને લઈને બિજિંગ અને નવી દિલ્હીની સાથે વાતચીત કરી રહ્યા છે.'
રશિયાના ઉપવિદેશ મંત્રીએ શું કહ્યું?
રુડેન્કોએ કહ્યું કે, 'અમે આ ફોર્મેટને સફળ બનાવવામાં રુચિ રાખીએ છીએ. કારણ કે બ્રિક્સના સ્થાપક ઉપરાંત આ ત્રણેય દેશો મહત્ત્વપૂર્ણ ભાગીદારો પણ છે. અમે આશા રાખીએ છીએ કે, દેશ RIC મુજબ ફરીથી કામ શરૂ કરવાને લઈને સહમતી બતાવે.'
જ્યારે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, 'ચીન-રશિયા અને ભારત વચ્ચેનો સહયોગ દેશોના વિસ્તારો સહિત વિશ્વમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા, પ્રગતિ વગેરે બનાવી રાખવામાં મદદ કરશે. '
RIC ફોર્મેટ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરની રુચિ
વિદેશ મંત્રી એસ જયશંકરની ચીનની મુલાકાત બાદ RIC ફોર્મેટને લઈને રશિયા અને ચીન પ્રત્યની રુચિ વધી હોવાનું જોવા મળે છે. આ દરમિયાન વિદેશ મંત્રી વાંગ યી અને તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લાવરોવ સહિતના ટોપના ચીની અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.








