પિતાના જીવિત હોવાના કોઇ પુરાવા નથી, ઇમરાન ખાનના પુત્રનો ગંભીર આરોપ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઇને સોશિયલ મીડિ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઇને સોશિયલ મીડિયા પર ફેલાઇ રહેલી અટકળો વચ્ચે સરકાર અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સીનિયર નેતાઓના નિવેદન આમને-સામને આવી ગયા છે. વડાપ્રધાનના રાજકીય મામલાના સલાહકાર રાણા સનાઉલ્લાહે સ્પષ્ટ કહ્યું કે, "ઇમરાન ખાન સ્વસ્થ્ય છે, તેમની તબીયત અથવા સુરક્ષાને લઇને ચિંતાનું કોઇ કારણ નથી." જેલ તંત્ર નિયમિત રીતે તેમના સ્વાસ્થ્ય, દવા,ભોજન અને અન્ય સુવિધાઓને ધ્યાનમાં રાખી રહ્યું છે.
મારા પિતાના જીવિત હોવાનું કોઇ પ્રમાણ નથી-ઇમરાન ખાનનો પુત્ર
બીજી તરફ ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને એક ચિંતાજનક નિવેદન આપતા કહ્યું કે છેલ્લા છ અઠવાડિયાથી તેમણે પોતાના પિતાના જીવિત હોવા અથવા સુરક્ષિત હોવાનું કોઇ પ્રમાણ મળ્યું નથી. કાસિમનો આરોપ છે કે સરકાર એક પૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરી તેમના પિતાની સ્થિતિને છુપાવી રહી છે.
845 દિવસથી જેલમાં બંધ ઇમરાન ખાન
કાસિમે જણાવ્યુ કે ઇમરાન ખાને 845 દિવસથી ધરપકડ કરવામાં આવી છે અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમણે અડિયાલા જેલની એક ડેથ સેલમાં એકલા રાખવામાં આવ્યા છે જ્યા પરિવારની મુલાકાતની પરવાનગી નથી કે ના તો કોઇ ફોન કોલ અને વકીલોને મળવા દેવામાં આવતા નથી. ઇમરાન ખાનની બહેનોને પણ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હોવા છતા તેમણે મળતા રોકવામાં આવે છે.
કાસિમે X પર લખ્યુ, "છ અઠવાડિયાથી અમને કોઇ ફોન કોલ,કોઇ મીટિંગ,કોઇ મેસેજ કે કઇ પણ મળ્યું નથી. મને અને મારા ભાઇને પોતાના પિતા સાથે કોઇ પણ રીતનો સંપર્ક કરાવવામાં આવતો નથી. સરકારે જીવતા હોવાના પુરાવા પણ આપ્યા નથી.કાસિમે આ સ્થિતિને સુરક્ષા પ્રોટોકૉલ નહીં પણ જાણી જોઇને છુપાવવાની નીતિ ગણાવી છે. કાસિમનો આરોપ છે કે આ બધુ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી પરિવાર આ જાણી ના શકે કે ઇમરાન ખાન કઇ સ્થિતિમાં છે અથવા તે સુરક્ષિત છે કે નથી?
ઇમરાન ખાનના પુત્રએ વધુ આરોપ લગાવતા કહ્યું કે, આ પૂર્ણ બ્લેકઆઉટ એક સમજી વિચારેલો પ્રયાસ છે જેથી અમને આ ખબર ના પડી શકે કે અમારા પિતા કઇ સ્થિતિમાં છે. જો સરકાર વિચારે છે તો આ અમાનવીય વ્યવહારથી બચી જશે, તો આ ભ્રમ છે. અમે કાયદાકીય,નૈતિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેને પડકાર આપીશું. કાસિમ ખાને આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ તરત હસ્તક્ષેપની અપીલ કરી છે.
મહત્ત્વપૂર્ણ છે કે ઇમરાન ખાનને 2023થી ભ્રષ્ટાચારના એક કેસમાં 14 વર્ષની જેલની સજા હેઠળ અડિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે. જોકે, ત્રણ અઠવાડિયાથી PTIના નેતાઓને તેમણે મળવાની પરવાનગી આપવામાં આવી નથી. 73 વર્ષીય ઇમરાન ખાનને કોઇ હાઇ-સિક્યુરિટી પ્લેસમાં સ્થળાંતર કરવામાં આવી શકે છે.








