મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

વિશ્વના સૌથી દુર્લભ ગુલાબી હીરાની ચોરી, એવું પ્લાનિંગ કે પોલીસ પણ ચોંકી

સંયુક્ત અરબ અમીરાત (UAE)ના દુબઇમાં એક ચોરીની ઘટના સામે આવી છે. દુબઇમા

વિશ્વના સૌથી દુર્લભ ગુલાબી હીરાની ચોરી, એવું પ્લાનિંગ કે પોલીસ પણ ચોંકી

સંયુક્ત અરબ અમીરાત (UAE)ના દુબઇમાં એક ચોરીની ઘટના સામે આવી છે. દુબઇમાં 2 અરબ 17 કરોડનો દુર્લભ ગુલાબી હીરો ધોળે દહાડે ચોરી થઇ ગયો હતો.આ ચોરીની ઘટનાને ફિલ્મી રીતે અંજામ આપવામાં આવ્યો જેમાં ચોરોએ એક વર્ષ સુધી હીરા ચોરવાનું પ્લાનિંગ કર્યું હતું.જોકે, દુબઇ પોલીસે કેટલાક કલાકની અંદર જ ચોરોની એક વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધુ હતું અને હીરાને દુબઇની બહાર ગયા પહલા જ જપ્ત કરી લીધો હતો.

ત્રણ ચોરોએ હીરા ચોરવાનું કર્યું હતું પ્લાનિંગ

એક વર્ષ પહેલા એશિયન મૂળના ત્રણ ચોરોને દુર્લભ ગુલાબી હીરાના સમાચાર મળે છે અને તે તેને ચોરવાનું પ્લાનિંગ કરે છે. પ્લાનિંગ દરમિયાન હીરો યુરોપમાં હતો અને એક વર્ષ બાદ તે દુબઇ આવવાનો હતો. આ વચ્ચે ચોરોને ચોરીના પ્લાનિંગ માટે એક વર્ષ જેટલો લાંબો સમય મળ્યો અને તેમને સાવધાનીથી ચોરીને અંજામ આપવાનું પ્લાનિંગ કર્યું હતું.21 કેરેટનો ગુલાબી હીરો પોતાની રીતે સૌથી શુદ્ધ હીરો માનવામાં આવે છે અને વૈશ્વિક સ્તર પર આ સૌથી દુર્લભ છે. હીરાની કિંમત 25 મિલિયન ડૉલર એટલે (2 અરબ 17 કરોડ, 79 લાખ,43 હજાર,750 રૂપિયા) છે જેને તાજેતરમાં યુરોપથી દુબઇ લાવવામાં આવ્યો હતો. 

ગુલાબી હીરાની ચોરીનું પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવ્યું

તપાસ દરમિયાન દુબઇ પોલીસને ખબર પડી કે ચોરીનું પ્લાનિંગ એક વર્ષ કરતા વધુ સમયથી કરવામાં આવતું હતું. પ્લાનિંગ હેઠળ ત્રણ ચોરોએ એક અમીર હીરા ખરીદદાર માટે વચેટિયાનો રોલ પ્લે કર્યો હતો. તે બાદ તેમણે હીરાના વેપારીનો કોન્ટેક્ટ કર્યો જે યુરોપથી દુર્લભ હીરો લઇને દુબઇ આવ્યો હતો. હીરા વેપારી 2005થી હીરાનો વેપાર કરતો હતો પરંતુ ચોરોએ એવી જાળ રચી કે અનુભવી વેપારી પણ તેમના ઝાંસામાં આવી ગયો અને ચોર હીરા લઇને રફુચક્કર થઇ ગયા હતા.ચોરોએ ચોરી પહેલા હીરાના વેપારીને વિશ્વાસમાં લીધો હતો. વેપારીને પોતાના ક્લાયન્ટની અમીરી બતાવવા માટે લક્ઝરી કાર ભાડા પર લીધી અને તેમાં બેસીને તે હીરા વેપારીને ફાઇવસ્ટાર હોટલમાં મળવા આવતા હતા.

હીરા વેપારીનો વિશ્વાસ જીત્યા બાદ ચોરોએ એક હીરા એક્સપર્ટને પણ હાયર કર્યો જેથી વેપારીને વિશ્વાસ થાય કે તે સાચે જ હીરો ખરીદવા માંગે છે. તે બાદ વેપારી હીરાને પોતાની દુકાનની બહાર લઇ જવા માટે તૈયાર થયો. ચોરોએ એટલી સફાઇથી કામને અંજામ આપ્યો કે હીરા વેપારીને વિશ્વાસ થઇ ગયો કે તે અસલી સોદો કરી રહ્યો છે. તે બાદ ચોરોએ હીરા ખરીદવાના બહાને વેપારીને એક શાનદાર પ્રાઇવેટ વિલામાં બોલાવ્યો. વેપારી જેવો જ હીરા લઇને વિલામાં પહોંચ્યો તો ચોરોએ તેને છીનવી લીધો અને ત્યાંથી ભાગી ગયા.

આ જોઇ હીરા વેપારી ચોંકી ગયો. ઉતાવળમાં તેને દુબઇ પોલીસને ઇમરજન્સી કોલ કર્યો અને પોલીસને કહ્યું કે, 'મારી સાથે એક મોટી ઘટના બની છે. હું એક ગ્રાહકને મળવા આવ્યો હતો જેથી હીરા વેચી શકું. તે લોકોએ હીરો જોયો અને હવે હીરો ચોરી થઇ ગયો છે.'

દુબઇ પોલીસે લુટારાઓને આ રીતે પકડ્યા

જેવા જ દુર્લભ હીરાની ચોરીના સમાચાર મળ્યા, પોલીસ સાવચેત થઇ ગઇ હતી. કેટલીક મિનિટમાં જ પોલીસ પેટ્રોલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. હીરાની તપાસ માટે દુબઇ પોલીસે 'ઓપરેશન પિંક ડાયમંડ' લૉન્ચ કર્યું. દુબઇ પોલીસના જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ક્રિમિનોલોજીએ ઓપરેશનનું નેતૃત્ત્વ કર્યું હતું.

ચોરોને પકડવા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવી, અને એડવાન્સ સર્વિલાન્સ અને ટ્રેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં ખબર પડી કે ચોરી પહેલા ત્રણેય ચોર એક સાથે રહેતા હતા પરંતુ વિલાથી ફરાર થયા બાદ તે શહેરના અલગ અલગ ઠેકાણામાં ફેલાઇ ગયા હતા.

ચોરોની તપાસ માટે અધિકારીઓએ એક સાથે તે જગ્યા પર દરોડા પાડ્યા હતા અને ત્રણેય ચોરોની ધરપકડ કરી હતી. ચોર હીરીને દુબઇની બહાર મોકલવાની ફિરાકમાં હતા પરંતુ તે પહેલા જ દુબઇ પોલીસે તેમને ઝડપી લીધા હતા.ચોરોએ ગુલાબી હીરાને એક નાના ફ્રીઝમાં સંતાવી રાખ્યો હતો. દુબઇ પોલીસે હીરો ચોરી થવાના 8 કલાકની અંદર જ જપ્ત કરી લીધો હતો અને તેને માલિકને પરત કર્યો હતો.

આ સમાચાર શેર કરો