ઇરાન દુષ્કાળના ભરડામાં, તેહરાનમાં માત્ર 15 દિવસ ચાલે એટલુ જ પાણી: રિપોર્ટ
ઇરાનમાં દુષ્કાળે લોકોની સ્થિતિ ભારે કફોડી કરી નાખી છે. હાલમાં દુષ્કાળને કારણે ઇરાનની રાજધાની તેહરાનના ર

ઇરાનમાં દુષ્કાળે લોકોની સ્થિતિ ભારે કફોડી કરી નાખી છે. હાલમાં દુષ્કાળને કારણે ઇરાનની રાજધાની તેહરાનના રહેવાસીઓ માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત બે સપ્તાહમાં ખાલી થવા જઇ રહ્યો છે. એટલે કે 15 દિવસ માટે ચાલે એટલુ જ પાણી તેહરાન પાસે બચ્યું છે.
ઇરાનના તહેરાનમાં 15 દિવસ ચાલે એટલુ જ પાણી-રિપોર્ટ
ઇરાનની રાજધાની તેહરાનને પાંચ ડેમ દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે.જોકે હાલ માત્ર એક જ ડેમમાં પાણી છે અને તે પણ માત્ર 15 દિવસ ચાલે એટલુ જ છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાનની રાજધાની તેહરાન ટૂંક સમયમાં દુષ્કાળના ભરડામાં આવી જશે.લોકોને પીવાના પાણી માટે ફાંફા પડશે.
તેહરાનમાં એક કરોડથી વધુ લોકોની વસતી છે, તેહરાનને પાણી મળી રહે તે માટે અન્ય વિસ્તારોમાં પાણી આપવાનું ઓછુ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા જુલાઇ અને ઓગસ્ટમાં પાણી,વીજળી બચાવવા માટે રજાઓ જાહેર કરાઇ હતી.ઇરાનના અધિકારીઓએ પણ ચેતવણી આપતા કહ્યું છે કે તેહરાન પાસે માત્ર 15 દિવસ ચાલે એટલુ જ પાણી છે.
ઇરાની મીડિયા અનુસાર, તેહરાનની વસ્તી રોજની લગભગ 30 લાખ ઘન મીટર પાણીનો ઉપયોગ કરે છે. પાણી બચાવવાના ઉપાય તરીકે તાજેતરના દિવસોમાં કેટલાક વિસ્તારમાં જળપૂરવઠો બંધ કરવામાં આવ્યો છે જ્યારે આ ગરમીની સિઝનમાં વારંવાર પાણીમાં કાપ જોવા મળ્યો છે.
જુલાઇ અને ઓગસ્ટમાં પાણી અને ઉર્જાની બચત માટે બે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન ભીષણ ગરમીની લહેરમાં તેહરાનમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ (104 ફેરનહિટ)થી ઉપર ચાલ્યુ ગયું હતું જ્યારે કેટલાક વિસ્તારમાં આ 50 ડિગ્રી સેલ્સિયસ (122 ફેરનહિટ)થી પણ વધારે પહોંચી ગયું હતું. ઇરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને તે સમયે ચેતવણી આપી હતી કે જળ સંકટ પર આજે જેના પર ચર્ચા થઇ રહી છે તે તેનાથી વધારે ગંભીર છે.








