મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'ટેક્સ સિસ્ટમ તમને કન્ટ્રોલ કરવાનું એક ચક્ર છે', એલોન મસ્કનાં નિવેદને સોશિયલ મીડિયા પર જગાવી ચર્ચા

અબજોપતિ એલોન મસ્કનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમ

'ટેક્સ સિસ્ટમ તમને કન્ટ્રોલ કરવાનું એક ચક્ર છે', એલોન મસ્કનાં નિવેદને સોશિયલ મીડિયા પર જગાવી ચર્ચા

અબજોપતિ એલોન મસ્કનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ટેક્સ સિસ્ટમ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ઘણા લોકોએ એલોન મસ્કનો આ વીડિયો શેર કર્યો છે. બ્રિટિશ માનવાધિકાર કાર્યકર્તા જીમ ફર્ગ્યુસને પણ એલોન મસ્કનો આ વીડિયો શેર કર્યો છે.

'ટેક્સ સિસ્ટમ તમને કન્ટ્રોલ કરવાનું ચક્ર'
 
ફર્ગ્યુસને વીડિયોની સાથે લખ્યું, એલોન મસ્કે આધુનિક ગુલામીને એક વાક્યમાં સમજાવી છે. જો તમે કામ કરો છો, તો તમારે કર ચૂકવવો પડશે. જો તમે કંઈક ખરીદો છો, તો તમારે કર ચૂકવવો પડશે, અને જો તમારી પાસે મિલકત છે, તો તમારે તેના પર પણ કર ચૂકવવો પડશે.

ફર્ગ્યુસને લખ્યું, તે તમને કન્ટ્રોલ કરવાનું ચક્ર છે. એક સિસ્ટમ જે આદેશોનું પાલન કરાવવા માટે રચાયેલી છે. સરકાર તમારા પૈસા એવી વસ્તુઓ પર ખર્ચ કરે છે જેની તમે સંમતિ પણ આપતા નથી. દરેક પગાર, દરેક ખર્ચ અને દરેક સંપત્તિ અમલદારશાહીના અનેક સ્તરોમાંથી પસાર થાય છે, અને અંતે શું બાકી રહે છે? તમે જે કમાણી કરી છે, તેનો એક નાનો હિસ્સો અને બદલામાં તમને સ્વતંત્રતાની ખોટી ભાવના મળે છે."

જીમ ફર્ગ્યુસને લખ્યું, "એલોન મસ્કે એક ઊંડી વાત કહી છે. સમસ્યા કર પ્રણાલીની નથી, પરંતુ તેને હથિયાર બનાવીને ઉપયોગ કરવાની છે. સરકાર લોકો દ્વારા ચલાવવામાં આવે છે અને એવો દેખાડો કરાય છે કે તે તેમની સેવા માટે છે. આ જાહેર સેવા નથી, પરંતુ શોષણ છે. આ ચક્ર તોડવાનો સમય આવી ગયો છે."

આ સમાચાર શેર કરો