મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

તાલિબાની લડાકુઓ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે અથડામણ, અફઘાન સરહદે વધ્યો તણાવ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ વિવાદ ફરી એકવાર ગરમાયો છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાનાના

તાલિબાની લડાકુઓ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે અથડામણ, અફઘાન સરહદે વધ્યો તણાવ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ વિવાદ ફરી એકવાર ગરમાયો છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાનાના સૈનિકો નુરિસ્તાન પ્રાંતના કામદેશ જિલ્લામાં સરહદ પર વાડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ તાલિબાની લડાકૂઓએ વાંધો ઉઠાવ્યો અને જેના કારણે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી.

પાકિસ્તાનાના સૈનિકો અને તાલિબાની લડાકૂઓ વચ્ચે ગોળીબાર

અહેવાલો અનુસાર, ગુરુવારે (બીજી ઓક્ટોબર) સવારે અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના નરાઈ જિલ્લાના ડોકલામ વિસ્તારમાં તાલિબાની લડાકૂ અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબાર થયો હતો. નોંધનીય છે કે, પાકિસ્તાની સૈનિકોએ આ વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ની હાજરીનો આરોપ લગાવીને ગોળીબાર કર્યો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. તાલિબાને આ ઘટના પર સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.

અફઘાન-પાકિસ્તાન સરહદ પર વધી રહેલો તણાવ

તાજેતરના મહિનાઓમાં અફઘાન-પાકિસ્તાન સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન તાલિબાન પર TTPને આશ્રય આપવાનો આરોપ લગાવે છે, જ્યારે તાલિબાન પાકિસ્તાન પર સરહદ પારથી ગોળીબાર કરવાનો આરોપ લગાવે છે. તાલિબાન TTPની હાજરીનો ઈનકાર કરે છે, પરંતુ એક અહેવાલ અનુસાર, અફઘાનિસ્તાનમાં આશરે 6,000 TTP લડકૂઓ હાજર છે.

નિષ્ણાતો આપી ચેતવણી

નિષ્ણાતોનું માનવું છે કે, પાકિસ્તાનાના સૈનિકો અને તાલિબાની લડાકૂઓ વચ્ચે અથડામણો બંને દેશો વચ્ચે પહેલાથી જ નાજુક સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી શકે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને હાલમાં ગંભીર સુરક્ષા અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો