મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

તાલિબાને પાકિસ્તાનને ફરી આપ્યો એક મોટો ઝટકો! ડ્યુરન્ડ લાઈન પર વધુ 2 સૈન્ય પોસ્ટ પર કર્યો કબજો

અફઘાનિસ્તાન-તાલિબાને પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. તાલિબાને

તાલિબાને પાકિસ્તાનને ફરી આપ્યો એક મોટો ઝટકો! ડ્યુરન્ડ લાઈન પર વધુ 2 સૈન્ય પોસ્ટ પર કર્યો કબજો

અફઘાનિસ્તાન-તાલિબાને પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. તાલિબાને ડ્યુરન્ડ લાઇન પર સ્થિત બે સૈન્ય પોસ્ટ્સ પર કબજો જમાવી લીધો છે. ' એક અહેવાલ મુજબ, ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનની સેનાએ કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક અને શોરાબક જિલ્લાઓમાં કાલ્પનિક ડ્યુરન્ડ લાઇન પાસે આવેલી પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર કબજો મેળવ્યો છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ત્યારે વધુ વધી ગયો જ્યારે અફઘાન તાલિબાન સેનાએ રાવલપિંડીના નૂર ખાન એર બેઝ પર પાકિસ્તાનના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવીને સશસ્ત્ર ડ્રોન હુમલા કર્યા. આ ઘટના ખાસ કરીને સંવેદનશીલ છે કારણ કે નૂર ખાન એર બેઝ એ પાકિસ્તાની લશ્કરી સાઇટ્સમાંથી એક હતું જેને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય સેનાએ ટાર્ગેટ કર્યું હતું.

મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસના ટૂંકા પણ ભીષણ યુદ્ધના નવ મહિના પછી પણ આ બેઝ પર પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું હતું. અફઘાન તાલિબાનના આ નવા હુમલાએ રિપેરિંગના કામને ફરી જોખમમાં મૂકી દીધું છે અને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

ક્વેટા અને ખૈબર પખ્તુનખ્વા પર ડ્રોન હુમલા

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ અનુસાર, તાલિબાન દળોએ ક્વેટામાં 12મી ડિવિઝન હેડક્વાર્ટર અને ખૈબર પખ્તુનખ્વાના અન્ય સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, "આજે, નેશનલ ડિફેન્સ મિનિસ્ટ્રીની એરફોર્સે પાકિસ્તાનમાં મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર સચોટ અને સંકલિત હવાઈ ઓપરેશન હાથ ધર્યા હતા. જેમાં રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ, ક્વેટા (બલૂચિસ્તાન)માં 12મી ડિવિઝન હેડક્વાર્ટર, ખૈબર પખ્તુનખ્વાની મોહમંદ એજન્સીમાં ખ્વાજાઈ કેમ્પ અને અન્ય ઘણા પાકિસ્તાની સૈન્ય કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા."

પાકિસ્તાની ફાઈટર જેટ તોડી પાડ્યું

આ અગાઉ, તાલિબાન અધિકારીઓએ દાવો કર્યો હતો કે પૂર્વી અફઘાન શહેર જલાલાબાદમાં એક પાકિસ્તાની ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યું છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પાયલટ પેરાશૂટની મદદથી વિમાનમાંથી નીચે ઉતર્યા બાદ જીવતો પકડાયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે લેન્ડિંગ પછી તરત જ પાયલટને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

પાકિસ્તાનની એરસ્ટ્રાઈક

શુક્રવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને દક્ષિણી શહેર કંધાર પર એરસ્ટ્રાઈક કરી હતી, જ્યાં તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લાહ અખુંદઝાદાનું ઠેકાણું છે. પાકિસ્તાની સરકારના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે આ હુમલામાં 133 તાલિબાન લડાયકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે, જ્યારે અનેક ચોકીઓ નષ્ટ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો