મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સુશીલા કાર્કીએ નેપાળની સત્તા સંભાળતા જ કર્યું આ મોટું કામ,  કેપી શર્મા ઓલી વિરુદ્ધ કરી કાર્યવાહી

નેપાળના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી વચગાળાની સરકારના વડાંપ્રધાન બન્યા છે. સુશીલ

સુશીલા કાર્કીએ નેપાળની સત્તા સંભાળતા જ કર્યું આ મોટું કામ,  કેપી શર્મા ઓલી વિરુદ્ધ કરી કાર્યવાહી

નેપાળના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી વચગાળાની સરકારના વડાંપ્રધાન બન્યા છે. સુશીલા કાર્કીએ નેપાળની સત્તા સંભાળ્યાના હજુ 24 કલાક પણ નથી થયા એટલામાં તેમણે તાત્કાલિક એક્શન લેવાનું શરૂ કરી દીધુ છે. 8 સપ્ટેમ્બરના રોજ પોલીસ દમનના વિરોધમાં નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઓલી વિરુદ્ધ જઘન્ય ગુનાઓના આરોપસર તપાસની માગ કરતી એફઆઈઆર દાખલ કરાઈ છે.

Gen Zના આક્રોશને ધ્યાનમાં રાખીને 9 સપ્ટેમ્બરના રોજ કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તમને જણાવી દઈએ કે, જુલાઈ 2024માં તેમણે વડાપ્રધાનના પદ માટે શપથ લીધા હતા અને એક વર્ષ બે મહિના બાદ પદ છોડવું પડ્યું હતું.
 
વડાંપ્રધાન મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે 

નેપાળમાં વચગાળાની સરકારના વડાંપ્રધાન સુશીલા કાર્કીએ આવતીકાલે રવિવારે (14 સપ્ટેમ્બર) મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આજે શનિવારે (13 સપ્ટેમ્બર) સુશીલા કાર્કી આખો દિવસ Gen Z પ્રતિનિધિયો, વિભિન્ન અન્ય રાજકીય અને સામાજિક દળ સાથે વિચાર-વિમર્શમાં વ્યસ્ત રહ્યા. 
 
મળતી માહિતી મુજબ, નેપાળ સરકારના મંત્રીમંડળમાં સામેલ થનારા નવા સભ્યોના નામ અંગેનો અંતિમ નિર્ણય આવતીકાલ રવિવાર સુધીમાં લેવામાં આવશે. નામોની જાહેરાતની સાથે જ નવા મંત્રીઓનો શપથગ્રહણ પણ તે જ દિવસે થવાની શક્યતા છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો મુજબ, આ કેબિનેટમાં વિભિન્ન પ્રદેશ અને જાતિયોના પ્રતિનિધિયોને સામેલ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો