પાકિસ્તાનમાં શિયા-સુન્ની વચ્ચેની અથડામણમાં વધારો, 300થી વધુ પરિવારોનું સ્થળાંતર; 150થી વધુ લોકોના મોત
ઉત્તર પાકિસ્તાનમાં સુન્ની અને શિયા મુસ્લિમો વચ્ચેની હિંસક અથડામણો બાદ 300થી વધુ પરિ

ઉત્તર પાકિસ્તાનમાં સુન્ની અને શિયા મુસ્લિમો વચ્ચેની હિંસક અથડામણો બાદ 300થી વધુ પરિવારોએ તેમના ઘર છોડીને ફરજ પડી છે. પહાડી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સાંપ્રદાયિક લડાઇએ છેલ્લા મહિનાઓમાં 150થી વધુ લોકો માર્યા ગયા છે. શનિવારે થયેલી અથડામણમાં 32 લોકોના મોત થયા છે.
300 પરિવારોએ કર્યું સ્થળાંતર
એક રિપોર્ટ અનુસાર, એક સીનિયર અધિકારીએ કહ્યું, "આજ સવારથી જ લગભગ 300 પરિવાર સુરક્ષાની શોધમાં હંગુ અને પેશાવરમાં સ્થળાંતરિત થયા છે. પ્રાંતના વધુ લોકો પણ કુર્રમ જિલ્લાને છોડવાની તૈયારી કરી રહ્યા છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદ સાથે જોડાયેલો છે જે હાલમાં તાલિબાનના આતંક સામે ઝઝુમી રહ્યો છે.
એક સીનિયર અધિકારીએ કહ્યું કે, 'ઘણા સ્થળોએ શિયા અને સુન્ની વચ્ચે લડાઇ ચાલુ છે. શનિવારે થયેલી અથડામણમાં માર્યા ગયેલા 32 લોકોમાંથી 14 સુન્ની અને 18 શિયા સમુદાયના હતા.
શનિવારે અથડામણમાં શિયા મુસ્લિમોના બે અલગ અલગ કાફલા પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યાના બે દિવસ બાદ થઇ હતી. આ જૂથ અથડામણમાં 43 લોકોના મોત થયા હતા જ્યારે 11ની હાલત ગંભીર હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, મુસાફરો ભરેલી વાન પર આતંકીઓના ગોળીબારમાં 32 લોકોના મોત
પ્રદર્શનકારીઓએ દુકાનમાં તોડફોડ, ઘરમાં લગાવી આગ
એક સીનિયર અધિકારીએ જણાવ્યુ કે કુર્રમ જિલ્લામાં થયેલા હુમલામાં 371 દુકાન તેમજ 200થી વધુ ઘરોને નુકસાન થયું છે. પ્રદર્શનકારીઓએ આખું બજાર સળગાવી દીધું હતું અને નજીકના ઘરોમાં ઘૂસી, પેટ્રોલ રેડીને આગ લગાડી હતી. પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસ કાફલો પણ ઓછો પડ્યો હતો.
અધિકારીઓએ પ્રાંતીય સરકારને જાણ કરી હતી કે પરિસ્થિતિ ગંભીર છે અને વધારાના સૈનિકોને તાકીદે તૈનાત કરવાની જરૂર છે. અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે, ગયા મહિને કુર્રમ જિલ્લામાં અથડામણની અલગ અલગ ઘટના જોવા મળી હતી જેમાં બે બાળકો સહિત 16 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના સ્વતંત્ર માનવાધિકાર આયોગ (HRCP)એ કહ્યું કે જુલાઇ અને ઓક્ટોબર વચ્ચે સાંપ્રદાયિક અથડામણમાં 79 લોકોના મોત થયા છે.








