મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, મુસાફરો ભરેલી વાન પર આતંકીઓના ગોળીબારમાં 32 લોકોના મોત

પાકિસ્તાનમાં ફરી એક વખત આતંકી હુમલાની ઘટના સામે આવી છે. આતંકીઓએ ખૈબર પખ્તૂનવામાં એક પેસેન્જર વાનને નિશાન બન

પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, મુસાફરો ભરેલી વાન પર આતંકીઓના ગોળીબારમાં 32 લોકોના મોત

પાકિસ્તાનમાં ફરી એક વખત આતંકી હુમલાની ઘટના સામે આવી છે. આતંકીઓએ ખૈબર પખ્તૂનવામાં એક પેસેન્જર વાનને નિશાન બનાવી હતી જેમાં 32 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર છે.

મુસાફરો ભરેલી વાન પર આતંકીઓએ કર્યું ફાયરિંગ

મુસાફરો ભરેલી વાન પારાચિનારથી પેશાવર જતી હતી. આ દરમિયાન પહેલાથી જ ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ લોઅર કુર્રમના ઓચુટ કાલી અને મંદરી પાસે પેસેન્જર વાન પર ગોળીબાર કર્યો હતો. આ અંધાધુંધ ફાયરિંગમાં 32 મુસાફરોના જીવ ગયા છે જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ પણ વાંચો: પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલામાં 17નાં મોત, આ આતંકી ગ્રુપે હુમલાની જવાબદારી લીધી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ આ ઘટનાની નિંદા કરી છે અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બીજી તરફ PPPએ પણ એક પોસ્ટમાં આ ઘટનાને નિંદનિય ગણાવી છે. પાર્ટીએ કહ્યું કે, આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

આ સમાચાર શેર કરો