પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલામાં 17નાં મોત, આ આતંકી ગ્રુપે હુમલાની જવાબદારી લીધી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (KPK)માં આત્મઘાતી હુમલામાં 17 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. એટલું જ નહ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (KPK)માં આત્મઘાતી હુમલામાં 17 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. એટલું જ નહીં હુમલાખોરો આટલે જે અટક્યા નહોતા તેમણે તમામ મૃતકોના ગળા કાપી નાખ્યા હતા. જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના સહયોગી જૂથ હાફિઝ ગુલ બહાદુર ગ્રુપ (HGB)એ આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે.
કોણ છે હાફિઝ ગુલ બહાદુર?
મળતી માહિતી મુજબ, આતંકી નેતા હાફિઝ ગુલ બહાદુરનો જન્મ 1961માં નોર્થ વજીરિસ્તાનમાં થયો હતો. તે પાકિસ્તાની તાલિબાન જૂથનો નેતા છે. એવું કહેવાય છે કે ડિસેમ્બર 2007માં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ની રચના પર, તેને બૈતુલ્લાહ મહેસૂદ હેઠળ આતંકવાદી જૂથનો ચીફ બનાવવામાં આવ્યો હતો. અમેરિકન મીડિયાનો દાવો છે કે બહાદુર નોર્થ વઝીરિસ્તાનમાં હક્કાની ગ્રુપ માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે.
તમને જણાવી દઈએ કે હાફિઝ ગુલ બહાદુરનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે માર્ચ 2024માં પાકિસ્તાની સેનાના તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના હુમલામાં સૈન્યના બે અધિકારીઓ સહિત 7 સૈનિકોના મોત થયા હતા. પાકિસ્તાને આ હુમલામાં હાફિઝ ગુલ બહાદુર જૂથ સાથે સંકળાયેલા કમાન્ડર સહિત સાત આતંકીઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો.






