પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂસ્ખલનથી ચોતરફ તબાહીનાં દ્રશ્યો; 30 નાં મોત, બચાવ કામગીરી પૂરજોશમાં
પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં ગુરુવારે (30 ઓક્ટોબર) મોડી રાત્રે ભૂસ્ખલનની ભયાનક ઘટ

પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં ગુરુવારે (30 ઓક્ટોબર) મોડી રાત્રે ભૂસ્ખલનની ભયાનક ઘટના બની છે. સૂત્રો મુજબ, ઘટનામાં 30 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અનેક ઘરો દટાઈ ગયા છે.
અનેક ઘરો દટાયા
મોડી રાત્રે લગભગ બે વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એન્ગા પ્રાંતના કુકાસ ગામમાં અનેક ઘરો તબાહ થઈ ગયા છે. એન્ગા પ્રાંતના ગવર્નર પીટર ઈપાતાસે કહ્યું કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લગભગ 30 લોકોના મોત થયા છે, જેમાંથી 18 મૃતદેહો મળી આવ્યા છે.
રેસ્ક્યૂ ઓપરેશન પૂરજોશમાં
ભૂસ્ખલનને કારણે ગામડાઓમાં અનેક ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 21 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ગયા વર્ષે મે મહિનામાં પણ એન્ગામાં ભૂ સ્ખલનની ઘટના બની હતી, જેમાં 670 ગ્રામજનોએ જીવ ગુમાવ્યો હતો.






