મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'અમે ટ્રમ્પના કારણે વિદેશી સંપત્તિઓ વેચવા મજબૂર', લુકોઈલ કંપનીની મોટી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની બે મોટી ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યા બ

'અમે ટ્રમ્પના કારણે વિદેશી સંપત્તિઓ વેચવા મજબૂર', લુકોઈલ કંપનીની મોટી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની બે મોટી ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આ પ્રતિબંધોને કારણે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ઓઈલ સામ્રાજ્યનું ધીરે ધીરે પતન શરૂ થઈ ગયું છે. આ પ્રતિબંધના કારણે રશિયાની સૌથી મોટી ઓઈલ કંપની લુકોઈલે મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે, તે પોતાની વિદેશી કંપનીઓ વેચી નાખશે.

અમે ટ્રમ્પના કારણે વિદેશી સંપત્તિઓ વેચવા મજબૂર : લુકોઈલ

રશિયાની સૌથી મોટી ઓઈલ કંપની લુકોઈલે સોમવારે સત્તાવાર જાહેરાત કરી છે કે, ‘યુક્રેન યુદ્ધના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે અમારા પર પ્રતિબંધ ઝીંક્યો હતો, જેના કારણે અમે અમારી આંતરરાષ્ટ્રીય સંપત્તિઓ વેચી નાખીશું.’ કંપનીએ સ્પષ્ટ કહ્યું કે, ટ્રમ્પ યુક્રેન વિરુદ્ધ લડી રહેલા રશિયાને યુદ્ધ અટકાવવા માટે મજબૂર કરવા માંગે છે, જેના કારણે તેઓએ અમારી કંપની પર પ્રતિબંધ લગાવ્યો હતો અને આ જ કારણે અમે અમારી સંપત્તિઓ વેચવા મજબૂર થયા છે.’
 
લુકોઈલની 11 દેશોમાં ભાગીદારી

લુકોઈલે એમ પણ કહ્યું છે કે, ‘અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા બાદ અમે 21 નવેમ્બર સુધી ક્રૂડ ઓઈલની લેવડ-દેવડ કરી શકીશું. આ કારણે અમે સંભવિત ખરીદદારોને તેલ ખરીદી માટે સમજૂતી કરવા ચર્ચા કરી રહ્યા છે અને અમે તે સમજૂતીઓ પ્રતિબંધના સમયગાળામાં પૂરો કરી દઈશું.’ રિપોર્ટ મુજબ લુકોઈલ 11 દેશોમાં તેલ-ગેસ પ્રોજેક્ટમાં ભાગીદારી ધરાવે છે, જેમાં બલ્ગેરિયા અને રોમાનિયામાં રિફાઈનરી તેમજ નેધરલેન્ડ્સની એક રિફાઇનરીમાં 45 ટકા ભાગીદારી સામેલ છે.

આ સમાચાર શેર કરો