VIDEO: ટ્રમ્પના ભાષણ વચ્ચે ઈઝરાયેલ સંસદમાં બબાલ, ગાઝા સમર્થક બે સાંસદોનો વિરોધ
ગાઝા સમજૂતી બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલી સંસદમાં પહોંચ્યા. ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂએ ટ્રમ્પને ઇ

ગાઝા સમજૂતી બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલી સંસદમાં પહોંચ્યા. ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂએ ટ્રમ્પને ઇઝરાયલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો. ત્યારબાદ ટ્રમ્પે સંસદમાં ભાષણ આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "20 હિંમતવાન બંધકો પાછા ફરી રહ્યા છે. આજે બંદૂકો શાંત છે, સાયરન શાંત છે. ઈશ્વરની ઇચ્છાથી આ ભૂમિ અને પ્રદેશ અનંત કાળ સુધી હંમેશા શાંતિથી રહેશે.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે આ સદભાવનાની શરૂઆત છે. આ એક નવા મધ્ય પૂર્વનો ઐતિહાસિક ઉદય છે. નેતન્યાહૂ સાથે વ્યવહાર કરવો સરળ નથી, પરંતુ તે જ તેમને મહાન બનાવે છે. આ સમયનો એક અસમાન્ય મોડ હતો. મધ્ય પૂર્વમાં તાજેતરના યુદ્ધવિરામ અને સ્થિરતાનો ઉલ્લેખ કરતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "આકાશ શાંત છે, બંદૂકો શાંત છે, અને પવિત્ર ભૂમિમાં શાંતિ છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ દરમિયાન એક વ્યક્તિએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. સુરક્ષા કર્મચારીઓએ તેને ગૃહની બહાર કાઢ્યો હતો. ટ્રમ્પે આરબ અને મુસ્લિમ નેતાઓનો આભાર માન્યો જેઓ બંધકોને મુક્ત કરવા માટે હમાસ પર દબાણ કરવા માટે એકત્ર થયા હતા. ઇઝરાયલ અને દુનિયા માટે એક મોટી જીત છે કે આ બધા દેશો શાંતિ માટે ભાગીદાર તરીકે સાથે મળીને કામ કરી રહ્યા છે.
અગાઉ, ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું હતું કે, આપણા દુશ્મનો હવે સમજી ગયા છે કે ઇઝરાયલ કેટલું શક્તિશાળી છે. 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કરવો એ એક મોટી ભૂલ હતી.
નેતન્યાહૂએ સંસદમાં ઉભા રહીને તાળીઓના ગડગડાટ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિની પ્રશંસા કરતા કહ્યું, "મેં ક્યારેય કોઈને આપણા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જેટલી ઝડપથી, નિર્ણાયક અને મજબૂત રીતે વિશ્વને આગળ વધારતા જોયા નથી. નેતન્યાહૂએ ઇઝરાયલી પરિવારો માટે સમજૂતિ કરાવવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું કે ટ્રમ્પની ચૂંટણી સાથે બધું રાતોરાત બદલાઈ ગયું.








