મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ટ્રમ્પને એના જ દાવમાં ફસાવવાની તૈયારી! યુક્રેને શાંતિ કરાર અંગે કર્યો ખેલ

રશિયા અને યુક્રેન વચ્ચેના ચાર વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા માટે યુએસ પ્રમુખ ડો

ટ્રમ્પને એના જ દાવમાં ફસાવવાની તૈયારી! યુક્રેને શાંતિ કરાર અંગે કર્યો ખેલ

રશિયા અને યુક્રેન વચ્ચેના ચાર વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા નવા શાંતિ પ્રસ્તાવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ અંગે બંને દેશો વચ્ચે મતભેદો ઉભા થયા છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, યુક્રેન શાંતિ કરાર માટે સંમત થયું છે, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમર ઝેલેન્સ્કીએ કહ્યું કે આ મુદ્દે હજુ વધુ કામ કરવાનું બાકી છે.

યુએસ વહીવટીતંત્ર કહે છે કે ટ્રમ્પના 28-મુદ્દાના શાંતિ પ્રસ્તાવ પર વાટાઘાટો ચાલુ છે. મંગળવારે, યુએસ આર્મી સેક્રેટરીએ યુક્રેનિયન પ્રતિનિધિમંડળ સાથે અબુ ધાબીમાં રશિયન અધિકારીઓ સાથે મુલાકાત કરી. વાટાઘાટો પછી એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે, યુક્રેને કરાર સ્વીકારી લીધો છે, માત્ર થોડા સુધારાને અંતિમ રૂપ આપવાનું બાકી છે.

ઝેલેન્સકીએ આપ્યા અલગ સંકેત

જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી આ દાવા સાથે અસંમત છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે જીનીવામાં છેલ્લી બેઠકમાં શાંતિના ઘણા સંભવિત માર્ગો જાહેર થયા હતા, પરંતુ ઘણું કામ બાકી છે. અગાઉ સોમવારે એમ પણ કહ્યું હતું કે, યુક્રેન એક નિર્ણાયક સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તેમના મતે દેશનું ગૌરવ જાળવી રાખવું અને યુએસનો ટેકો ન ગુમાવવો એ બંને મુખ્ય પડકારો હતા.

ઝેલેન્સકીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે, યુક્રેનને વાસ્તવિક અને કાયમી શાંતિ માટે વધુ સમર્થનની જરૂર છે.તેમણે એમ પણ સ્પષ્ટતા કરી કે, તેઓ અમેરિકા સહિત તમામ સહયોગી દેશો સાથે મળીને એવી સમજૂતિની દિશામાં કામ કરતા રહેશે જેનાથી યુક્રેન નબળું નહીં પરંતુ વધુ મજબૂત બનશે. 

NATOમાં શામેલ થવા પર અટકી વાત

ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રસ્તાવમાં યુક્રેનને તેના ડોનબાસ પ્રદેશને છોડી દેવા,લશ્કરી દળો ઘટાડવા અને NATO સભ્યપદ માટેની તેની આકાંક્ષાઓ છોડી દેવા કહેવામાં આવ્યું છે. આ સાથે જ અમેરિકા ક્રિમીયાને રશિયાના સત્તાવાર ભાગ તરીકે માન્યતા આપવાનું વિચારી શકે છે. જો કે, યુક્રેને લાંબા સમયથી આવી માંગણીઓને નકારી કાઢી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વારંવાર કહ્યું છે કે આવી શરતો યુક્રેન માટે લાલ રેખા છે અને દેશની સાર્વભૌમત્વ પર કોઈપણ સમાધાન સ્વીકારશે નહીં.

આ સમાચાર શેર કરો