પાકિસ્તાની સેનાની પોતાના જ દેશમાં એરસ્ટ્રાઇક, બાળકો-મહિલાઓ સહિત 30 લોકોના મોત
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશમાં એરસ્ટ્રાઇક કરી બાળકો-મહિલાઓ સહિત 30 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પાકિસ્તાની સે

પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશમાં એરસ્ટ્રાઇક કરી બાળકો-મહિલાઓ સહિત 30 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પાકિસ્તાની સેનાએખૈબર પખ્તૂખ્વામાં એરસ્ટ્રાઇક કરી હતી.
મળતી માહિતી અનુસાર, ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની તિરાહ ઘાટીમાં આવેલા મત્રે દારા ગામ પર રાત્રે 2 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાએ JF-17 યુદ્ધ વિમાનો દ્વારા 8 LS-6 બોમ્બ ફેંક્યા હતા જેમાં 30થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે.
કહેવામાં આવે છે કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સામેલ છે. ગામમાં અનેક જગ્યાએ લાશો જોવા મળી હતી.






