મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ભારત માટે એરસ્પેસ બંધ કરવું પાકિસ્તાનને પડ્યું ભારે, બે મહિનામાં થયો રૂ. 127 કરોડનુું નુકસાન

પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર 24

ભારત માટે એરસ્પેસ બંધ કરવું પાકિસ્તાનને પડ્યું ભારે, બે મહિનામાં થયો રૂ. 127 કરોડનુું નુકસાન

પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર 24 એપ્રિલ 2025થી બંધ કરી દીધું હતું. એના એક દિવસ પહેલાં ભારતે સિંધુ જળ સંધિને નિલંબિત કરી હતી. પાકિસ્તાનના આ પગલાંને કારણે માત્ર બે મહિનામાં (24 એપ્રિલથી 30 જૂન 2025) પાકિસ્તાનને લગભગ 4.10 અબજ પાકિસ્તાની રૂપિયા એટલે કે અંદાજે રૂ. 127 કરોડ ભારતીય રૂપિયાનું નુકસાન થયું છે.

ભારત સાથે વધેલા તણાવ બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કર્યું, જેને કારણે સૌથી વધુ નુકસાન પાકિસ્તાનને જ થયું. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે આ અંગે ખુલાસો કર્યો છે કે, ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાથી માત્ર બે મહિનામાં તેને રૂ. 127 કરોડ જેટલું નુકસાન થયું છે.

આ માહિતી શુક્રવારે પાકિસ્તાનની નૅશનલ અસેમ્બલીમાં રજૂ કરવામાં આવી હતી. ભારત દ્વારા 23 એપ્રિલે સિંધુ જળ સંધિ નિલંબિત કર્યા પછી, પાકિસ્તાને 24 એપ્રિલે જવાબરૂપે પોતાનું હવાઈ ક્ષેત્ર ભારતીય વિમાનો માટે બંધ કર્યું હતું.

24 એપ્રિલથી 30 જૂન 2025 સુધીના સમયગાળામાં પાકિસ્તાને આ પગલાં લીધા પછી મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. આ સમયગાળામાં આશરે 100થી 150 ભારતીય વિમાનોને અસર થઈ હતી. જોકે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ‘ડોન’ અખબારના હવાલાથી કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને સંપ્રભુતા આર્થિક હિતોથી પણ ઊંચી હોય છે.

સંરક્ષણ મંત્રી કહ્યું – દેશની સુરક્ષા સર્વોપરી છે

મંત્રાલયે કહ્યું કે ભલે નાણાકીય નુકસાન થયું હોય, પરંતુ દેશની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. રસપ્રદ વાત એ છે કે આ નુકસાને છતાં, પાકિસ્તાન એરપોર્ટસ ઓથોરિટીના કુલ આવકમાં વધારો થયો છે – જે 2019માં 5,08,000 ડોલર હતી, તે 2025માં વધીને 7,60,000 ડોલર થઈ ગઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આ તણાવ 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાની પાછળ શરૂ થયો હતો, જેના માટે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન TRF જવાબદાર હતું. એ પછી ભારતે ‘ઓપરેશન સિંદૂર’ પહેલાં પાકિસ્તાન સાથેના રાજનૈતિક સંબંધો ઘટાડ્યા હતા, સિંધુ જળ સંધિ નિલંબિત કરી હતી અને વેપાર પર પ્રતિબંધ મૂક્યો હતો.

2019માં પણ થયો હતો 54 મિલિયન ડોલરનો નુકસાન

આ પહેલાં પણ, 2019માં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવના સમયે પાકિસ્તાને હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હતું, જેના કારણે તેને 54 મિલિયન ડોલરનું મોટું નુકસાન થયું હતું.

હાલમાં પણ પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર ભારતીય વિમાનો માટે બંધ છે અને સંભાવના છે કે આ સ્થિતિ ઓગસ્ટના છેલ્લાં અઠવાડિયા સુધી યથાવત્ રહેશે.

આ જ રીતે, ભારતે પણ પોતાનું હવાઈ ક્ષેત્ર પાકિસ્તાની વિમાનો માટે બંધ રાખ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું હતું કે, "જ્યારે સંપ્રભુતા અને સુરક્ષા જેવી બાબતો હોય, ત્યારે કોઈપણ કિંમત મહત્વની નથી હોતી."

આ સમાચાર શેર કરો