મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાન બરાબરનું ફસાયું, IMFએ થોપી દીધી નવી 11 શરતો, લોન મેળવવાના પડશે ફાંફા

IMF એ પાકિસ્તાનના 7 અબજ ડોલર બેલઆઉટ પ્રોગ્રામમાં 11 નવી શરતોનો ઉમેરો કર્યો છે. જેના લીધે માત્ર 18 મહિનામા

પાકિસ્તાન બરાબરનું ફસાયું, IMFએ થોપી દીધી નવી 11 શરતો, લોન મેળવવાના પડશે ફાંફા

IMF એ પાકિસ્તાનના 7 અબજ ડોલર બેલઆઉટ પ્રોગ્રામમાં 11 નવી શરતોનો ઉમેરો કર્યો છે. જેના લીધે માત્ર 18 મહિનામાં કુલ 64 શરતો થઈ ગઈ છે. આ શરતો પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારને કાબુમાં લેવા, ખાંડ ક્ષેત્રને ઉદાર બનાવવા અને વધતા રેમિટન્સ ખર્ચને પહોંચી વળવા માટે છે.આ જ કારણ છે કે IMF આ શરતો સાથે પાકિસ્તાન પર દબાણ કરી રહ્યું છે. .

IMF ની 11 શરતો શું છે?

ડિસેમ્બર 2025 સુધીમાં સિનિયર ફેડરલ સિવિલ સર્વેન્ટ્સની સંપત્તિ ડિકલેરેશન પબ્લિક કરવામાં આવશે. આ પછીથી પ્રાંતોમાં પણ લાગુ કરાશે.
10 ઉચ્ચ જોખમ ધરાવતા વિભાગોમાં ભ્રષ્ટાચાર સામેનો એક્શન પ્લાન. 
નાણાકીય ગુપ્ત માહિતીની ઍક્સેસ સાથે મજબૂત પ્રાંતીય ભ્રષ્ટાચાર વિરોધી એકમો.
મે 2025 સુધીમાં રેમિટન્સ ખર્ચ અને ક્રોસ બોર્ડર ચુકવણીમાં અવરોધોનું સંપૂર્ણ મૂલ્યાંકન.
સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્થાનિક ચલણ બોન્ડ બજાર સુધારા માટે એક અભ્યાસ અને વ્યૂહરચના.
જૂન 2025 સુધીમાં રાષ્ટ્રીય ખાંડ બજાર ઉદારીકરણ નીતિ,ભદ્ર વર્ગના કેપ્ચરને દૂર કરી શકાય.
ડિસેમ્બર 2025 સુધીમાં KPIs અને ત્રણ પ્રાયોરિટી  એરિયા માટે જરૂરી અમલીકરણની સાથે એક વ્યાપક FBR સુધારા રોડમેપનું અમલીકરણ.
ડિસેમ્બર 2025 સુધીમાં મધ્યમ ગાળાની કર સુધારણા વ્યૂહરચના.
HESCO અને SEPCO માં ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે પૂર્વ-શરતો અને PSO કરારો પર હસ્તાક્ષર.
કંપનીઓ કાયદામાં સુધારા અને SEZ કાયદામાં સુધારા.
જો આવક ઓછી થવા પર આવતા વર્ષે મીની-બજેટ લાગુ કરવા માટે કરાર.

IMFનું માનવું છે કે, નવા આઇડિયા ગવર્નેંસની ખામીઓ ઘટાડવા, પાવર ક્ષેત્રમાં નુકસાન અટકાવવા, પાકિસ્તાનની ટેક્સ સિસ્ટમમાં સુધારો કરવા અને તે માળખાકીય ખામીઓને દૂર કરવી જરૂરી છે જે આર્થિક સુધારાઓમાં અડચણરૂપ છે. 

ખાંડ ક્ષેત્ર પર લાદવામાં આવેલી મુખ્ય શરત
IMF ઇચ્છે છે કે પાકિસ્તાન ખાંડ ઉદ્યોગ પર મજબૂત વર્ગના પ્રભાવને દૂર કરે. પાકિસ્તાને જૂન 2026 સુધીમાં કેટલીક શરતો પૂરી કરવી પડશે. ખાંડ બજારને ઉદાર બનાવવા માટે રાષ્ટ્રીય નીતિ વિકસાવવી પડશે. લાઇસન્સિંગ, ભાવ નિયંત્રણ, આયાત અથવા નિકાસ પરમિટ અને ઝોનિંગ સંબંધિત સુધારાઓ પર સંમતિ આપવી પડશે.

આ સમાચાર શેર કરો