જયશંકરના નિવેદનનો જવાબ આપતા જ પાકિસ્તાન ફસાયું, UNમાં આતંકવાદ પર ખુલી ગઇ પોલ
ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80માં સેશનમાં વિ

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80માં સેશનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતનું પ્રતિનિધિત્ત્વ કરતા પાકિસ્તાનની પોલ ખોલી હતી. જયશંકરે વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દા પર ભારતનું વલણ દુનિયા સામે મુક્યુ હતું અને સાથે જ આતંકવાદને પાળવામાં પાકિસ્તાનની ભૂમિકા, પહેલગામ હુમલો અને ટેરર ફંડિગને લઇને પાડોશી દેશની ટીકા કરી હતી. જયશંકરે નામ લીધા વગર પોતાના સંબોધનમાં કહ્યું કે કેટલાક દેશો માટે આતંકવાદ સ્ટેટ પોલિસી બની ગઇ છે.
ભારતને બદનામ કરવાનો લગાવ્યો આરોપ
વિદેશ મંત્રી જયશંકરની ટીકાથી પાકિસ્તાન ગુસ્સે થયું હતું. પાકિસ્તાની પ્રતિનિધિએ જવાબ આપતા ભારત પર આતંકવાદ વિશે દુર્ભાવનાપૂર્ણ આરોપોની સાથે પાકિસ્તાનને બદનામ કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો.
પાકિસ્તાની પ્રતિનિધિએ દાવો કર્યો કે ભારતના આરોપ ખોટા જૂઠ બોલવાનો જાણી જોઇને કરવામાં આવેલો પ્રયાસ છે. પાકિસ્તાનના જવાબ આપવાના અધિકાર પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે આ જણાવે છે કે એક પાડોશી જેનું નામ પણ લેવામાં આવ્યું નથી છતા પણ જવાબ આપવા અને સરહદ પાર આતંકવાદને લઇને પોતાના લાંબા સમયથી ચાલતી ગતિવિધિને સ્વીકાર કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
પાકિસ્તાન આખી દુનિયા માટે ખતરો
સંયુક્ત રાષ્ટ્રે ભારતના સ્થાયી મિશનમાં સેકન્ડ સેક્રેટરી રેન્તાલા શ્રીનિવાસે કહ્યું, 'પાકિસ્તાનની પ્રતિષ્ઠા બધુ કહે છે. આતંકવાદમાં તેની છાપ કેટલાક ભૌગોલિક ક્ષેત્રોમાં સ્પષ્ટ દેખાય છે. આ માત્ર પોતાના પાડોશીઓ માટે નહીં પણ આખી દુનિયા માટે એક ખતરો છે.' શ્રીનિવાસને ભારતના જવાબ આપવાના અધિકારનો પ્રયોગ કરતા કહ્યું, 'કોઇ પણ તર્ક કે જૂઠ ક્યારેય પણ આતંકવાદીઓના ગુનાઓને છુપાવી નથી શકતું.'
પાકિસ્તાની પ્રતિનિધિએ ફરી જવાબ આપવા માટે સ્ટેજ પર આવ્યા પરંતુ જ્યારે પાકિસ્તાની પ્રતિનિધિ બોલતા હતા ત્યારે શ્રીનિવાસ હોલની બહાર જતા રહ્યા હતા. પોતાના સંબોધનમાં જયશંકરે આંતરરાષ્ટ્રીય સમુદાયને તે દેશોની સ્પષ્ટ ટીકા કરવાનો આગ્રહ કર્યો હતો જે ખુલ્લેઆમ આતંકવાદની સ્ટેટ પોલિસી માનીને ચાલે છે, જ્યા મોટા પાયે ટેરર સેન્ટર ચલાવવામાં આવે છે અને આતંકવાદીઓના સાર્વજનિક રીતે મહિમામંડન કરવામાં આવે છે.
ટેરરિસ્ટ લિસ્ટમાં ભરેલા પડ્યા છે પાકિસ્તાની
જયશંકરે આતંકવાદની ફંડિગ રોકવા અને મુખ્ય આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવાની જરૂરત પર ભાર મુક્યો હતો અને ચેતવણી આપી કે આખી ટેરર ઇકોસિસ્ટમ પર સતત દબાણ નાખવો જોઇએ જે લોકો આતંકવાદનું સમર્થન કરે છે. પાકિસ્તાનનું નામ લીધા વગર જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદની યાદીમાં તેમના નાગરિક ભરેલા છે.
એપ્રિલમાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યાને સરહદ પાર બર્બરતાનું ઉદાહરણ ગણાવતા કહ્યું, 'ભારતે આતંકવાદ વિરૂદ્ધ પોતાના લોકોની રક્ષા કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો અને તેના આયોજકો અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં ઉભા કર્યા.'








