VIDEO: ઉત્તર કોરિયાના તાનાશાહે ઘૂંટણીયે બેસી આંસુ વહાવ્યા, રશિયા સાથેની મિત્રતા ભારે પડી
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મિત્રતા અનોખી છે. રશિયાની મિત્રતા નિભ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મિત્રતા અનોખી છે. રશિયાની મિત્રતા નિભાવવાના ચક્કરમાં પહેલીવાર કિમ જોંગને ઘૂંટણો પર બેસીને રડવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે કિમ જોંગને કોઈએ રોતા કદાચ ક્યારેક જોયા હશે પરંતુ આ વખતે કિમ જોંગ એક વિડિયોમાં આંસૂ વહાવતા જોવા મળી રહ્યા છે. દુનિયાનો સૌથી ખૂંખાર તાનાશાહ આખરે કેમ રડી પડ્યો.
કિમ જોંગે કેમ આંસુ વહાવ્યા
રશિયા વતી યુક્રેન સામે લડતા મૃત્યુ પામેલા ઉત્તર કોરિયાના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા સમયે કિમ જોંગ ઉન ખૂબ જ ભાવુક થયા હતા. આ દરમિયાન કિમ જોંગ આંસુ વહાવતા જોવા મળ્યા હતા. એક વીડિયોમાં તે ઘૂંટણિયે બેસીને શહીદોના ફોટા પર મેડલ લગાવવા સમયે પણ ભાવુક થઈને રહી પડે છે. બીજા એક દ્રશ્યમાં તે બેસીને એક શહીદની નાની પુત્રીના કપાળ પર ચુંબન કરતા ભાવુક થાય છે. આ દરમિયાન હાજર અન્ય બધા લોકો પણ રડવા લાગે છે.
જણાવી દઈએ કે કિમ જોંગે તેમના મિત્ર પુતિનની મદદ માટે હજારો ઉત્તર કોરિયાના સૈનિકોને યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલ્યા હતા. આમાનાં ઘણાં સૈનિકો યુક્રેન સામે યુદ્ધ લડતી વખતે માર્યા ગયા હતા, જેમના મૃતદેહ પાછળથી રશિયન વિમાનો દ્વારા ઉત્તર કોરિયા મોકલવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને કિમ જોંગ ઉન ભાવુક થઈ ગયા. કિમ જોંગ ઉને કુર્સ્ક ક્ષેત્રમાં લશ્કરી કાર્યવાહીમાં ભાગ લેનારા સૈનિકોનું પણ સન્માન કર્યું, તેમની બહાદુરી અને મહાન નિઃસ્વાર્થતાની પ્રશંસા કરી.
કિમ જોંગે શું કહ્યું?
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના અહેવાલો અનુસાર, DPRK (ઉત્તર કોરિયા) ના લડવૈયાઓએ સમગ્ર વિશ્વ સમક્ષ કોરિયન લોકોની અદમ્ય ભાવના અને કોરિયન સેનાની અસાધારણ લડાઇ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમના સહભાગીઓએ યુક્રેનિયન સશસ્ત્ર દળો સામેના ખાસ ઓપરેશનમાં ભાગ લેનારા માર્યા ગયેલા ઉત્તર કોરિયાના સૈનિકોની યાદમાં એક મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પણ આપી. કિમ જોંગ ઉને કહ્યું કે આ વિદેશી લશ્કરી ઓપરેશનમાં ભાગ લેનારા તમામ સૈનિકોની "વિરતાની" DPRK ના ઇતિહાસમાં નોંધ લેવાશે.






