મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'મુશર્રફે USAને સોપી હતી પરમાણુ હથિયારોની ચાવી', અમેરિકાના CIAના પૂર્વ અધિકારીનો ખુલાસો

અમેરિકાની જાસુસી એજન્સી CIAના પૂર્વ અધિકારી જૉન કિરિયાકૂએ પાકિસ્તાન,

'મુશર્રફે USAને સોપી હતી પરમાણુ હથિયારોની ચાવી', અમેરિકાના CIAના પૂર્વ અધિકારીનો ખુલાસો

અમેરિકાની જાસુસી એજન્સી CIAના પૂર્વ અધિકારી જૉન કિરિયાકૂએ પાકિસ્તાન,સાઉદી અરબ અને દક્ષિણ એશિયાના રાજકારણ સાથે જોડાયેલા કેટલાક રહસ્ય ખોલ્યા છે. કિરિયાકૂએ જણાવ્યું કે અમેરિકાએ અબજો ડૉલરની મદદ આપીને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ખરીદી લીધો હતો. પૂર્વ CIAએ અધિકારી અનુસાર, એક સમય એવો પણ હતો જ્યારે અમેરિકા પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર નિયંત્રણ રાખતું હતું.

જૉન કિરિયાકૂએ CIAમાં 15 વર્ષ કામ કર્યું અને પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનોની જવાબદારી સંભાળી હતી. CIAના પૂર્વ અધિકારીએ જણાવ્યું કે, "અમેરિકા તાનાશાહો સાથે કામ કરવાનું પસંદ કરે છે કારણ કે ત્યાં જનતા અથવા મીડિયાનું દબાણ નથી હોતું. અમે મુશર્રફને ખરીદી લીધો હતો અને તે અમને પાકિસ્તાનમાં પોતાની મરજી અનુસાર કામ કરવા દેતો હતો."

જૉન કિરિયાકૂનું કહેવું છે, મુશર્રફ ડબલ ગેમ રમતો હતો-એક તરફ અમેરિકા પાસેથી આતંકવાદ વિરૂદ્ધ સહયોગનો દેખાડો કરતો હતો અને બીજી તરફ પાકિસ્તાની સેના અને આતંકી ગ્રુપોને ભારત વિરૂદ્ધ સક્રિય રાખતો હતો. કિરિયાકૂએ કહ્યું, પાકિસ્તાની સેનાને અલ-કાયદાનો ડર નહતો પણ તેની અસલી ચિંતા ભારત હતું. મુશર્રફ દેખાડો કરવા અમેરિકાનો સાથ આપતો હતો પરંતુ પરદા પાછળ ભારત વિરૂદ્ધ કામ કરતો હતો.

ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં હતા- CIAના પૂર્વ અધિકારીનો દાવો

અમેરિકાની જાસુસી એજન્સી CIAના પૂર્વ અધિકારી જૉન કિરિયાકોએ ખુલાસો કર્યો કે 2002માં ભારત અને પાકિસ્તાન યુદ્ધની ઘણા નજીક હતા. આ સ્થિતિ ડિસેમ્બર 20201માં સંસદ પર હુમલા અને તે બાદ શરૂ થયેલા ઓપરેશન પરાક્રમ દરમિયાન બની હતી. અમેરિકન જાસુસી તંત્રને તે સમયે એટલો ગંભીર ખતરો અનુભવાયો કે ઇસ્લામાબાદમાં તૈનાત અધિકારીઓના પરિવારોને તરત બહાર કાઢવામાં આવ્યા હતા.

જૉન કિરિયાકોએ જણાવ્યું, "અમે માની ચુક્યા હતા કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ કરવા જઇ રહ્યા છે. અમે પોતાના પરિવારોને ઇસ્લામાબાદથી બહાર કાઢ્યા હતા. અમને પુરો વિશ્વાસ હતો કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ કરવા જઇ રહ્યા છે. સ્થિતિ એટલી તણાવપૂર્ણ હતી કે તે સમયે અમેરિકન ઉપ વિદેશમંત્રીને સતત દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે આવવું-જવું પડ્યું હતું જેથી બન્ને દેશો વચ્ચે સમજૂતિ થઇ શકે અને યુદ્ધ ટળી જાય. કિરિયાકો અનુસાર, 9/11 બાદ અમેરિકા પુરી રીતે અલ-કાયદા અને અફઘાનિસ્તાન પર કેન્દ્રિત હતું. આ કારણે ભારતના સુરક્ષા હિતોને આટલી ગંભીરતાથી લીધા નહતા.

સાઉદી અરબે એક્યૂ ખાનને બચાવ્યો

કિરિયાકૂએ જણાવ્યુ કે અમેરિકા પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાન પર કાર્યવાહી કરવાનું હતું પરંતુ સાઉદી અરબના કહેવા પર તેને પગ પાછળ ખેંચી લીધા હતા. પૂર્વ CIAના અધિકારીએ કહ્યું, 'જો અમે ઇઝરાયેલની જેમ વિચારતા હોત તો એક્યૂ ખાનને ખતમ કરી નાખત, તેને શોધવો મુશ્કેલ નહતો પરંતુ સાઉદી અરબે કહ્યુ, 'તેને છોડી દો, અમે તેની સાથે કામ કરી રહ્યાં છીએ.'

કિરિયાકૂ અનુસાર, આ અમેરિકાની મોટી ભૂલ હતી. સાઉદી અરબ ખુદ પણ પરમાણુ ટેકનિક પર કામ કરતું હતું અને આ કારણે તેને એક્યૂ ખાનને બચાવ્યો હતો. કિરિયાકૂએ જણાવ્યું કે, 'અમને હંમેશાથી શક રહ્યો છે કે સાઉદી અરબ ખુદ પોતાની પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે.'તાજેતરમાં સાઉદી-પાકિસ્તાન સંરક્ષણ સમજૂતિ આ જૂના સબંધોનો ભાગ હોઇ શકે છે. 

કિરિયાકોનો મોટો ખુલાસો

જૉન કિરિયાકોએ કહ્યું, "અમે અલ-કાયદાને લઇને એટલા વ્યસ્ત હતા કે ભારત વિશે બે વખત પણ વિચાર્યું નહતું. કિરિયાકોએ કહ્યું કે 2008ના મુંબઇ આતંકી હુમલાના સમયે અમેરિકન જાસુસી એજન્સીઓએ સાચો અંદાજો લગાવ્યો કે તેની પાછળ પાકિસ્તાન સમર્થિત કાશ્મીરી આતંકી સંગઠન હતા. મને નથી લાગતું કે આ અલ-કાયદાનું કામ હતું. આ પુરી રીતે પાકિસ્તાન સમર્થિત કાશ્મીરી ગ્રુપ્સનું ષડયંત્ર હતું અને આ સાચુ સાબિત થયું. 

આ સમાચાર શેર કરો