મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

માઈકલ જેક્સનથી લઈને બિલ ક્લિન્ટન સુધી: એપ્સ્ટીન ફાઈલમાં મોટા ગજાના નેતાઓ અને કલાકારોના કાળા કરતૂતો બહાર આવ્યા

Epstein Files new Release by DOJ: અમેરિકાના ન્યાય વિભાગે જેફ્રી એપ્સ્ટ

માઈકલ જેક્સનથી લઈને બિલ ક્લિન્ટન સુધી: એપ્સ્ટીન ફાઈલમાં મોટા ગજાના નેતાઓ અને કલાકારોના કાળા કરતૂતો બહાર આવ્યા

Epstein Files new Release by DOJ: અમેરિકાના ન્યાય વિભાગે જેફ્રી એપ્સ્ટીનના સેક્સ ટ્રાફિકિંગ સંબંધિત કેસનો એક મોટો દસ્તાવેજ જાહેર કરી દીધો છે. આ ખુલાસામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન સહિત અનેક મોટી હસ્તીઓની તસવીરો સામે આવી છે. જોકે અમુક તસવીરો રેડેક્ટ (કાળી કરી દેવાઈ) છે. 

એપ્સ્ટીન ફાઈલ્સના દસ્તાવેજો જોવા અહીં ક્લિક કરો... 

https://www.justice.gov/epstein/doj-disclosures

અમેરિકાના ન્યાય વિભાગે દસ્તાવેજ જાહેર કર્યા 

કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ ગુનેગાર જેફ્રી એપ્સ્ટીન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો અમેરિકન ન્યાય વિભાગ (DOJ) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. 'એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ' હેઠળ શનિવારે વહેલી સવારે સાર્વજનિક કરાયેલા આ દસ્તાવેજોમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પૉપ આઈકન માઈકલ જેક્સન જેવી હસ્તીઓના નામ અને તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જાહેર કરાયેલા દસ્તાવેજોમાં કેટલીક એવી તસવીરો છે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી.

શું છે એપ્સ્ટીન ફાઈલ્સના દસ્તાવેજોમાં? 

એપ્સ્ટીન ફાઈલને ચાર સેટમાં જાહેર કરવામાં આવી હતી. જેમાં એકમાં કોર્ટ રેકોર્ડ, બીજામાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા ખુલાસા, ત્રીજામાં માહિતી અધિકાર કાયદા હેઠળ FOIA હેઠળ જાહેર કરાયેલા દસ્તાવેજો અને ચોથામાં કમિટી ઓન ઓવરસાઈટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ તરફથી કરાયેલા ખુલાસા સામે છે. આ રેકોર્ડમાં 50થી વધુ કોર્ટ કેસની વિગતો છે. 

જેફ્રી એપ્સ્ટીનના રૂમમાં પોપની પણ તસવીર 

માહિતી અનુસાર જેફ્રી એપ્સ્ટીનના રૂમમાં પોપ જોન પોલ સેકન્ડની પણ તસવીર દેખાઈ આવી હતી. આ તસવીર જેફ્રીના રૂમમાં મૂકી રાખવામાં આવી હતી. જ્યારે 7 મહિલાઓના ખોળામાં બ્રિટિશ રાજકુમાર પ્રિન્સ એન્ડ્રુ સૂતેલા દેખાઈ રહ્યા હતા. 

બિલ ક્લિન્ટન હોટ ટબમાં દેખાયા  

એક તસવીરમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, એપ્સ્ટીનની સહયોગી ઘિસ્લેન મેક્સવેલ અને અન્ય એક અજાણી વ્યક્તિ સાથે 'હોટ ટબ'માં આરામ કરતા જોવા મળે છે.

માઈકલ જેક્સનની તસવીર સામે આવી 

અન્ય એક ફોટામાં માઈકલ જેક્સન એપ્સ્ટીન સાથે એક એવી પેઇન્ટિંગ સામે ઉભેલા દેખાય છે જેમાં નગ્ન મહિલાનું ચિત્ર છે. એક અન્ય તસવીરમાં ક્લિન્ટન અને જેક્સન સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા છે.

અન્ય કઈ કઈ હસ્તીઓ

આ ફાઇલ્સમાં મિક જેગર, વુડી એલન અને નોમ ચોમ્સ્કી જેવા દિગ્ગજ નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરમાં પસાર થયેલા કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જે મુજબ 19 ડિસેમ્બર સુધીમાં એપ્સ્ટીન સાથે જોડાયેલી તમામ મહત્ત્વની માહિતી જાહેર કરવી ફરજિયાત હતી. ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાન્શે જણાવ્યું હતું કે, વિભાગ પાસે લાખો દસ્તાવેજો છે, જેમાંથી એક મોટો હિસ્સો આજે જાહેર કરાયો છે અને આગામી અઠવાડિયામાં વધુ સામગ્રી સામે આવશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ પગલું પીડિતોને ન્યાય અપાવવા અને પારદર્શિતા લાવવા માટે લેવામાં આવ્યું છે.

દસ્તાવેજોમાં ભારે 'રેડાક્શન' (કાળી શાહી)

ન્યાય વિભાગે પીડિતોની ઓળખ સુરક્ષિત રાખવા અને બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રીને રોકવા માટે ઘણા દસ્તાવેજો પર કાળી શાહી ફેરવી દીધી છે (Redacted). આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સાથે જોડાયેલી સંવેદનશીલ વિગતોને પણ ગુપ્ત રાખવામાં આવી છે. તેમ છતાં, કોલ રેકોર્ડ્સ, ગ્રાન્ડ જ્યુરીની જુબાની અને ઈન્ટરવ્યુના ટ્રાન્સક્રિપ્ટ્સ જાહેર થવાથી ઘણા પ્રભાવશાળી લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

એપ્સ્ટીન અને જેલનો વિવાદ

નોંધનીય છે કે, 2019માં જેફ્રી એપ્સ્ટીન જેલની કોઠરીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સત્તાવાર રીતે તેને આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેના મૃત્યુના સંજોગોને લઈને આજે પણ અનેક રહસ્યો અકબંધ છે. હવે જાહેર કરાયેલા વિડિયો ક્લિપ્સમાં એપ્સ્ટીનના મૃત્યુના દિવસે જેલની અંદરની ગતિવિધિઓ પણ દર્શાવવામાં આવી છે, જેમાં અધિકારીઓનો દાવો છે કે કોઈ બહારની વ્યક્તિ તેની કોઠરીમાં પ્રવેશી નહોતી.

આ ફાઇલ્સ જાહેર થતાની સાથે જ ન્યાય વિભાગની વેબસાઇટ પર એટલો ટ્રાફિક વધી ગયો હતો કે યુઝર્સે ડિજિટલ કતાર (Waiting Room) માં ઉભા રહેવું પડ્યું હતું. આ ખુલાસાઓએ અમેરિકાના ઉચ્ચ વર્તુળોમાં ચાલતા અનૈતિક સંબંધો પરથી પડદો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

અબજોપતિ રિચર્ડ બ્રેન્સનની પણ એક તસવીર

અબજોપતિ રિચર્ડ બ્રેન્સનની પણ એક તસવીર સામે આવી છે જેમાં તેઓ જેફરી એપ્સ્ટીન સાથે દેખાય છે. તેમની સાથે તસવીરમાં પાછળ બે છોકરીઓ ઊભેલી દેખાય છે. 

આ સમાચાર શેર કરો