મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકામાં સરકારી નોકરીની સાથે પ્રાઇવેટ કામ કરનારા ભારતીયની મુશ્કેલી વધી; 15 વર્ષની થઇ શકે છે જેલ

અમેરિકામાં ભારતીય મૂળના એક સરકારી કર્મચારીની 'મૂનલાઇટિંગ'ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, તેના માટે તેને 15 વર્ષની

અમેરિકામાં સરકારી નોકરીની સાથે પ્રાઇવેટ કામ કરનારા ભારતીયની મુશ્કેલી વધી; 15 વર્ષની થઇ શકે છે જેલ

અમેરિકામાં ભારતીય મૂળના એક સરકારી કર્મચારીની 'મૂનલાઇટિંગ'ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, તેના માટે તેને 15 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

સરકારી નોકરીની સાથે બીજી પ્રાઇવેટ નોકરી કરવી ભારે પડી

મળતી માહિતી અનુસાર 39 વર્ષના મેહુલ ગોસ્વામીએ વધારે પૈસા કમાવવા માટે સરકારી નોકરીની સાથે એક પ્રાઇવેટ કંપની માટે કોન્ટ્રાક્ટરનું કામ શરૂ કર્યું હતું.જે સમયે તેને સરકારી કામ કરવાનું હતું તે જ સમયે તે પોતાનું પ્રાઇવેટ કામ પણ જોતો હતો. એવામાં તેની ફરિયાદ કરવામાં આવી અને ન્યૂયોર્ક સ્ટેટ ઇન્સ્પેક્ટર જનરલે તપાસ શરૂ કરી હતી. મેહુલ ગોસ્વામી પર કરદાતાઓના 50 હજાર ડૉલરના દૂરઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.

મેહુલ ગોસ્વામી ન્યૂયોર્ક સ્ટેટ ઓફિસમાં કામ કરતો હતો અને તેને રોજ ઓફિસ જવુ પડતુ નહતું.સાથે જ તેને ગ્લોબલફાઉન્ડ્રીઝ સેમીકંડક્ટર કંપની માટે કોન્ટ્રાક્ટર તરીકે કામ શરૂ કર્યું હતું. મેહુલ ગોસ્વામી પર વિશ્વાસ તોડવા અને સરકાર સાથે છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તે એક ફુલ ટાઇમ જોબમાં હતો અને એવામાં તે કોઇ અન્ય કામ કરી શકતો નથી.

15 વર્ષ સુધીની થઇ શકે છે જેલ

મળતી માહિતી અનુસાર મેહુલ ગોસ્વામી મૂનલાઇટિંગ દ્વારા 40 લાખ રૂપિયા કમાતો હતો. હવે તેના પર જે કેસ ચાલી રહ્યો છે તેમાં તેને 15 વર્ષ સુધીની જેલની જોગવાઇ છે. મેહુલ ગોસ્વામીને માલ્ટા ટાઉન કોર્ટમાં જજ સામે હાજર કરવામાં આવ્યો અને તેને કોઇ જામીન વગર જ છોડી મુકવામાં આવ્યો હતો. જોકે, તેના વિરૂદ્ધ કેસ બંધ થયો નથી.

રિપોર્ટ્સ અનુસાર, સરકાર માટે પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તરીકે કામ કરતા 2024માં તેને 1,17,891 ડૉલરની કમાણી કરી હતી. મેહુલ ગોસ્વામી વર્ક ફ્રૉમ હોમ કરતો હતો. એવામાં ઓફિસ ગયા વગર જ નોકરી કરવાને લઇને નવી ચર્ચા ઉભી થઇ છે.

આ સમાચાર શેર કરો