Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Married after 3 affairs Kamala Harris personal life

30 વર્ષ મોટા પુરુષ સાથે લફરું, ત્રીજું અફેર લગ્નમાં પરિણમ્યું, આવી છે કમલા હેરિસની અંગત જિંદગી

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2024
લાઇવ ટીવીGoogle News
30 વર્ષ મોટા પુરુષ સાથે લફરું, ત્રીજું અફેર લગ્નમાં પરિણમ્યું, આવી છે કમલા હેરિસની અંગત જિંદગી

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી ઉપર બધાની નજર છે. ઘણાં સર્વે રિપોર્ટમાં જણાવાઈ રહ્યું છે કે, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે છે. હાલમાં તે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. કમલા હેરિસની જિંદગી ઘણાં ઉતાર ચઢાવથી ભરેલી છે. તેનું અંગત જીવન સામાન્ય નથી રહ્યું. તેઓએ રાજકારણમાં પણ ખૂબજ ઝડપથી પ્રગતિ કરી છે.   

App Store

આ પણ વાંચોઃ યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા શેરબજારમાં કડાકો, રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

કમલા હેરિસનો જન્મ ઓક્ટોબર 1964માં ઓકલેન્ડ-કેલિફોર્નિયામાં થયો હતો. તમિલ બ્રાહ્મણ માતા શ્યામલા ગોપાલન 19 વર્ષની ઉંમરે અમેરિકા ગયા હતાં. જ્યાં તેમની મુલાકાત જમૈકાના અશ્વેત ડોનાલ્ડ હેરિસ સાથે થઈ હતી. અમેરિકામાં અશ્વેતોનું આંદોલન ઉગ્ર થયું ત્યારે આ સ્થિતિમાં બંનેની વિચારધારાઓ તેમને ખૂબ નજીક લાવી હતી. પાંચ વર્ષના સંબંધ બાદ બંનેએ 1963માં લગ્ન કરી લીધા હતા.

કમલા હેરિસની માતા તમિલ બ્રાહ્મણ જ્યારે પિતા આફ્રિકી મૂળના અમેરિકન હતા. શ્યામલા અને ડોનાલ્ડ હેરિસને બે દીકરીઓ હતી. મોટીનું નામ કમલા અને નાની માયા. જો કે, લગ્નના થોડા દિવસો પછી કમલા હેરિસના માતાપિતા વચ્ચે મતભેદ શરૂ થયા હતા. 9 વર્ષના રિલેશનશિપ બાદ બંને છૂટા પડ્યાં. એ વખતે કમલા હેરિસની ઉંમર માત્ર સાત વર્ષની હતી. થોડા દિવસો સુધી કોર્ટમાં કેસ ચાલ્યાબાદ છૂટાછેડા થઈ ગયા. કોર્ટે બાળકોના ઉછેરની જવાબદારી માતા શ્યામલાને સોંપી. શ્યામલાએ તેમને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો શીખવ્યા. છૂટાછેડા પછી શ્યામલા કેનેડા સ્થાઈ થઈ ત્યાંની યુનિવર્સિટીમાં ભણાવવા લાગી. કમલા હેરિસે પોતાનો શાળાકિય અભ્યાસ કેનેડામાં કર્યા બાદ અમેરિકા પરત ફરી.  

60 વર્ષના પુરુષ સાથે અફેર

હાર્વર્ડમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા પછી કમલા હેરિસે કોલંબિયા યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. ત્યાં વકીલ સાથે કામ કરવા દરમિયાન 60 વર્ષીય વિલી બ્રાઉન સાથે મુલાકાત થઈ. તે સમયે વિલી કેલિફોર્નિયામાં વિધાનસભા અધ્યક્ષ હતા. તે સમયે બંને વચ્ચેના અફેરના સમાચાર સામાન્ય હતી.  

વિલી સાથેના સંબંધો ચર્ચામાં રહ્યા

 વિલી સાથેના સંબંધોને લીધે કમલા હેરિસ પર તેના પરિવારને તોડવાનો આરોપ પણ લાગ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે, કમલાડ હેરિસ આ અફેર થકી જ રાજકારણની સીડી ચઢ્યા છે. 2003માં, તેઓ પ્રથમ વખત સાન ફ્રાન્સિસ્કોથી ડિસ્ટ્રિક્ટ એટર્ની માટે ચૂંટણી લડ્યા હતા. તેના સાત વર્ષ અગાઉ વિલી અને કમલના સંબંધોનો અંત આવી ગયો હતો. જોકે, વિલી સાથે સંબંધો જાળવીને તેણે બે સરકારી હોદ્દા મેળવ્યા હોવાના આક્ષેપો છે.

સાવકા પુત્ર અને પુત્રીને માતાનો પ્રેમ આપ્યો

કમલા હેરિસનું બીજું અફેર એન્કર મોન્ટેલ વિલિયમ્સ સાથે હતું. વિલિયમ્સના પણ છૂટાછેડા થયેલા હતા. બંનેએ સાથે અનેક જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી. 2010માં કમલા હેરિસ કેલિફોર્નિયાના સ્ટેટ એટર્ની બન્યા. તેણીનું ત્રીજું અફેર ડગ્લાસ એમહોફ સાથે રહ્યું જે લગ્નમાં પરિણમ્યું હતું. ડગ્લાસ એમહોફના પ્રથમ લગ્ન ક્રિસ્ટન સાથે થયા હતા. જેના થકી એક પુત્ર અને પુત્રી છે. કમલા સાથેના બીજા લગ્ન પછી તેમને કોઈ સંતાન નહોતું. કમલા હેરિસે તેના સાવકા સંતાનોને પ્રેમ આપ્યો.

કમલા હેરિસે 2016માં રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેણી સેનેટમાં ચૂંટાઈ હતી. આ પછી 2019માં જ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનું નામ આગળ કર્યું. પાર્ટીની અંદરની ડિબેટમાં તે બિડેન સામે હારી જતાં પોતાનું નામ પાછું ખેંચી લીધું. પરંતુ 2020માં બિડેને કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા. તેણી ચૂંટણી પણ જીતી ગઈ. રાજકારણમાં ખૂબજ ઝડપથી તે આગળ વધ્યા. જો કમલા હેરિસ ચૂંટણી જીતશે તો તે અમેરિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનશે.