મુખ્ય સામગ્રી પર જાઓ

Video: પોલેન્ડમાં સુપ્રીમ કોર્ટને ઘેરાવ : સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે તંગદિલી

સોર્સ: gstv

પૂર્વ યુરોપનાં પોલેન્ડમાં ભારે મોટું સંવૈધાનિક અને રાજકીય સંકટ ઉપસ્થિત થયું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશને નિલંબિત કરાયા પછી સરકાર અને રાષ્ટ્રવાદી જમણેરી જૂથ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પરિસ્થિતિ અચાનક એટલી હદે તંગ બની ગઈ કે પ્રમુખ કેરોલ નવારોકી આફ્રિકા જતા હતા, ત્યાં અધવચ્ચેથી જ પાટનગર વોર્સો પાછા ફર્યા છે. સુપ્રીમ કોર્ટ બહાર પ્રદર્શનકારીઓનો જમાવડો અને પોલીસકર્મીઓની ભારે માત્રામા તૈનાતી જોવા મળી, વિપક્ષી દક્ષિણપંથી પાર્ટી લો એન્ડ જસ્ટિસના સમર્થકો, કોર્ટના પ્રેસિડેન્ટ, બોગદાન સ્વિએચકોવ્સ્કીને પદ ઉપરથી દૂર કરવા સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. ચઢ્યા છે. કોર્ટના સત્તાવાર એક્સએકાઉન્ટ ઉપર તેને તખ્તા પલટ ગણાવાયું છે.

આ સમાચાર શેર કરો