Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock market crashes ahead of US presidential election

યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા શેરબજારમાં કડાકો, રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2024
લાઇવ ટીવીGoogle News
યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા શેરબજારમાં કડાકો, રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

નવેમ્બર મહિનાના પ્રથમ કારોબારી સત્રમાં શેરબજારમાં એક વાર ફરી હાહાકાર મચી ગયો હતો. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પહેલા સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સોમવાર, 4 નવેમ્બરે, સેન્સેક્સ લગભગ 942 પોઈન્ટ અથવા 1.18 ટકા ઘટીને 78,783ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 309 પોઈન્ટ અથવા 1.27 ટકા ઘટીને 23,996ના સ્તરે બંધ થયો હતો.

App Store

શેરબજારમાં  બન્ને બેન્ચ માર્ક ઇન્ડેક્સ બે બે ટકા ધોવાઇ ગયા હતાં જો કે કામકાજના છેલ્લા કલાકોમાં થોડી રિકવરરી જોવા મળી હતી.  સેન્સેક્સ માત્ર પાંચ સપ્તાહ અથવા 25 ટ્રેડિંગ સેશનમાં 7,700 પોઈન્ટ્સથી વધુ ઘટ્યો છે, 27 સપ્ટેમ્બર, 2024ના રોજ સેન્સેક્સ 85,978 પોઈન્ટની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારથી તે સતત ઘટી રહ્યો છે.

આજના ટોપ ગેઇનર્સ

સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 24 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા છે, જ્યારે 6માં વધારો નોંધાયો છે. આજે ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 2.36 ટકા વધીને રૂ. 2,884ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ટેક મહિન્દ્રાના શેરમાં 2.17 ટકાનો ઉછાળો આવ્યો છે, જે રૂ. 1,638ના ભાવે સ્થિર થયો છે. આ પછી એસબીઆઇનો શેર 1.6 ટકાના વધારા સાથે 829.85 પર બંધ થયો હતો.  જ્યારે એચસીએલ ટેક 0.32% ના વધારા સાથે 1,763 ના સ્તર પર બંધ થયા છે. આ સિવાય ઈન્ફોસિસ 0.16% વધીને 1,764ના સ્તરે બંધ થયો છે, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક 0.13% વધીને 1,064ના સ્તરે બંધ થયો છે.

આજના ટોપ લૂઝર્સ

અદાણી ગ્રૂપના દિગ્ગજ અદાણી પોર્ટ્સ સેઝમાં સૌથી મોટો 3.24%નો ઘટાડો જોવા મળ્યો છે, જે રૂ. 1,349 પર બંધ થયો હતો, ત્યારબાદ આરઆઇએલLના શેરમાં 2.73 ટકાનો ઘટાડો થયો હતો, જે રૂ. 1,302 પર બંધ થયો હતો. તે જ સમયે, સન ફાર્મા 2.67% ઘટીને 1,809ના સ્તરે બંધ થયો હતો, જ્યારે એક્સિસ બેંક 2.60% નબળો પડ્યો હતો અને એનટીપીસી 2.53% ઘટીને 400.95 અને બજાજના સ્તરે બંધ થયો હતો ફિનસર્વ 2.41% ઘટીને 1,712ના સ્તરે બંધ રહ્યો હતો.

તમામ સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ

સેક્ટરલ ઈન્ડેક્સમાં તમામ સેક્ટરના શેરો લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ 3 ટકાનો ઘટાડો થયો છે. આજે નિફ્ટી ઓટો લગભગ 1 ટકા નબળો પડીને 23,573 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 0.89% ઘટીને 51,215 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ફાર્મા 0.74% ઘટીને 22,638ના સ્તરે બંધ રહ્યો હતો અને સૌથી ઓછા ઘટાડાની સાથે નિફ્ટી આઈટી 0.03% ઘટીને 40,422ના સ્તરે બંધ થયો હતો.

શેરબજારમાં ઘટાડાનું કારણ

ઇન્ડેક્સના હેવી વેઇટ શેરોમાં ગાાબડા પડવાને કારણે શેરબજારમાં ખાનાખરાબી સર્જાઇ હતી.નિષ્ણાતોના મતે 5 નવેમ્બરે યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા અનિશ્ચિતતા અને વૃદ્ધિને વેગ આપવા માટે ચીનના નવા સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાઓને કારણે ભારતીય શેરોમાં વેચવાલી શરૂ થઈ હતી. આ સિવાય વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં સતત વેચવાલીને કારણે પણ બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી.

ઓક્ટોબરમાં માર્કેટ 6% ઘટ્યું

ઑક્ટોબરમાં બેન્ચમાર્ક લગભગ 6% ઘટ્યા હતા કારણ કે વિદેશી રોકાણકારો દ્વારા રેકોર્ડ માસિક વેચાણ અને કંપનીઓના બીજા-ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતા ઓછા હતા.નિષ્ણાતોના મતે છેલ્લા ચાર મહિનામાં બેન્ચમાર્કમાં 15 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. જોકે, ઐતિહાસિક સરેરાશની સરખામણીમાં મૂલ્યાંકન હજુ પણ ઊંચું રહે છે.