મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: બે હાઈસ્પીડ ટ્રેનોની ટક્કરમાં 39નાં મોતનો દાવો

સોર્સ: gstv

સ્પેનના ટોલેડો પ્રાંતમાં બુધવારે સવારે બે હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, રેનફે અને ઈરિયો કંપનીની ટ્રેનો વચ્ચે થયેલી ટક્કરમાં આશરે 39 લોકોનાં મોત થયાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અકસ્માત દરમિયાન ઈરિયો ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ખાઈમાં ખાબક્યા હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. નજીકના ઉર્દા શહેરમાં ઈજાગ્રસ્તોને આશ્રય અને પ્રાથમિક સારવાર આપવા માટે સ્પોર્ટ્સ હોલ તૈયાર કરાયો હોવાની માહિતી મળી છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં હોવાની જાણકારી આપી છે.

આ સમાચાર શેર કરો