મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનના દક્ષિણી વજીરિસ્તાનમાં TTP આતંકીઓનો મોટો હુમલો, સેનાની બસને ઉડાવી; 12 જવાનના મોત

પાકિસ્તાનના દક્ષિણી વજીરિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. દક્ષિણી વજીરિસ્તાનની બાદર ઘાટીના અ

પાકિસ્તાનના દક્ષિણી વજીરિસ્તાનમાં TTP આતંકીઓનો મોટો હુમલો, સેનાની બસને ઉડાવી; 12 જવાનના મોત

પાકિસ્તાનના દક્ષિણી વજીરિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. દક્ષિણી વજીરિસ્તાનની બાદર ઘાટીના અપર જિલ્લામાં એક સૈન્ય કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 12 સૈનિકોના મોત જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાની સેનાએ આ હુમલાની પૃષ્ટી કરી છે અને કહ્યું કે ઘાયલ સૈનિકોને તરત જ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક સુરક્ષાદળોએ જણાવ્યું કે હુમલો યોજના સાથે કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાની તાલિબાને હુમલાની જવાબદારી લીધી

પાકિસ્તાની તાલિબાન (TTP)એ આ હુમલાની જવાબદારી લીધી છે. ગ્રુપે દાવો કર્યો કે હુમલા દરમિયાન પાકિસ્તાની સૈનિકોના હથિયાર પણ છીનવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ નાગરિકોને આ વિસ્તારમાં સાવચેત રહેવા અને કોઇ પણ શંકાસ્પદ ગતિવિધિનો રિપોર્ટ કરવાની અપીલ કરી છે.

પાકિસ્તાની સેના પર મોટો હુમલો

આ ઘટના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં તાજેતરના મહિનામાં સૌથી ભીષણ હુમલામાંથી એક છે, જ્યાં TTP પહેલા ઘણા મોટા વિસ્તાર પર નિયંત્રણ હતું પરંતુ 2014ના એક સૈન્ય અભિયાન બાદ તેમણે પાછળ ખસવુ પડ્યું. 2021માં કાબુલમાં અફઘાન તાલિબાનના સત્તામાં આવ્યા બાદથી અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદી વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિ વધી ગઇ છે. અલગ અલગ સંગઠન છતા TTP અફઘાન તાલિબાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પાકિસ્તાનનો દાવો છે કે અફઘાનિસ્તાન તે આતંકવાદીઓને હટાવવામાં નિષ્ફળ રહ્યું છે જે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન પર હુમલો કરવા માટે કરે છે જ્યારે કાબુલના અધિકારી આ દાવાને ફગાવે છે.

આ સમાચાર શેર કરો