Us નેવીના કાફલામાં મોટી દુર્ઘટના: એક હેલિકોપ્ટર અને ફાઇટર જેટ સમુદ્રમાં ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સનો બચાવ
દક્ષિણ ચીન સમુદ્રમાં અલગ-અલગ ઘટનાઓમાં યુએસ નેવીનું એક હેલિકોપ્ટર અને એક ફ

દક્ષિણ ચીન સમુદ્રમાં અલગ-અલગ ઘટનાઓમાં યુએસ નેવીનું એક હેલિકોપ્ટર અને એક ફાઇટર જેટ ક્રેશ થયું. બંને ઘટનાઓમાં પાંચેય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. યુએસ નેવીએ જણાવ્યું કે બધા સુરક્ષિત છે અને અકસ્માત કઈ રીતે સર્જાયો તે તપાસ હેઠળ છે.
એક હેલિકોપ્ટર અને એક ફાઇટર જેટ ક્રેશ
પહેલી ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે 2:45 વાગ્યે બની હતી જ્યારે "બેટલ કેટ્સ" સ્ક્વોડ્રન 73 નું MH-60R સી હોક હેલિકોપ્ટર એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિત્ઝથી ઓપરેશન દરમિયાન ક્રેશ થયું હતું. કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ૧૧ ની શોધ અને બચાવ ટીમોએ ઝડપથી કાર્યવાહી કરી અને ત્રણેય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા.
ફાઇટર જેટ પણ તે જ જહાજ પરથી ઉડાન ભર્યા પછી સમુદ્રમાં ક્રેશ
લગભગ ૩૦ મિનિટ પછી, બપોરે ૩:૧૫ વાગ્યે, "ફાઇટીંગ રેડહોક્સ" સ્ક્વોડ્રન ૨૨ નું એક F/A-૧૮F સુપર હોર્નેટ ફાઇટર જેટ પણ તે જ જહાજ પરથી ઉડાન ભર્યા પછી સમુદ્રમાં ક્રેશ થયું. આ જેટમાં સવાર બંને પાઇલટ્સ સમયસર પેરાશૂટ દ્વારા બચવામાં સફળ રહ્યા હતા, ત્યાર બાદ બન્ને પાઈલોટનું લોકેશન શોધીને તેમને બચાવી લેવામાં આવ્યા હતા.






