મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સાઉદી અરબમાં મોટી દુર્ઘટના, મક્કાથી જતી બસનો ગમખ્વાર અકસ્માત! 45 ભારતીયોના મોત

Saudi Arab Bus accident : સાઉદી અરબમાં એક ગમખ્વાર અકસ્મા

સાઉદી અરબમાં મોટી દુર્ઘટના, મક્કાથી જતી બસનો ગમખ્વાર અકસ્માત! 45 ભારતીયોના મોત

Saudi Arab Bus accident : સાઉદી અરબમાં એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવય છે. એક ટેન્કર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થયા બાદ 42 ભારતીયોના મોતની આશંકા છે. આ અકસ્માત ગઈકાલે રાત્રે લગભગ 1:30 વાગ્યે થયો હતો. આ બસ મક્કાથી મદીના તરફ જતી હતી.  

મુસાફરો તેલંગણા અને હૈદરાબાદના હોવાનું આવ્યું સામે

સોમવારે વહેલી સવારે સાઉદી અરેબિયામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 42 ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોતની આશંકા છે. આ મુસાફરોમાંથી ઘણા તેલંગાણાના હૈદરાબાદના હોવાનું કહેવાય છે. મક્કાથી મદીના જતી બસ મુફ્રીહાટ વિસ્તાર નજીક ડીઝલ ટેન્કર સાથે અથડાતાં આ અકસ્માત થયો હતો.

પ્રારંભિક અહેવાલો અનુસાર, ટક્કરની અસર એટલી ગંભીર હતી કે ઘણા લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને કટોકટી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.

ભારતથી ઉમરાહ પઢવા ગયા હતા 

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મૃત્યુ પામનારા ભારતીયો ઉમરાહ પઢવા માટે સાઉદી અરબ ગયા હતા. મોટાભાગના લોકો હૈદરાબાદના રહેવાશી હોવાની જાણકારી મળી રહી છે. આ મામલે તેલંગાણા સરકાર દ્વારા રિયાધમાં આવેલી ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે અમે આ મામલે દિલ્હી સરકારને જાણ કરી દીધી છે. આ દરમિયાન ભારતીય દૂતાવાસે હેલ્પ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. 

ઓવૈસીએ ઘટનાની કરી પુષ્ટી 

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે જે બસનો ટેન્કર સાથે અકસ્માત થયો તેમાં ઉમરાહ પઢવા જનારા મુસ્લિમ શ્રદ્ધાળુઓ હતા. આ બસની ટક્કર થયા બાદ તે સળગી ગઈ હતી. આ મામલે તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ મામલે ઓવૈસીએ રિયાધમાં આવેલી ભારતીય એમ્બેસીમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન અબુ માથેન જ્યોર્જ સાથે વાતચીત કરી હતી જેમણે આ ઘટના વિશે તમામ માહિતીઓ એકત્રિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. 

રાજ્ય સરકાર અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે કરી રહી છે કામ

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ ઘટનાની તાત્કાલિક નોંધ લીધી હતી અને મુખ્ય સચિવ કે. રામકૃષ્ણ રાવ અને પોલીસ મહાનિર્દેશક બી. શિવધર રેડ્ડીને તાત્કાલિક બધી માહિતી એકત્રિત કરવા નિર્દેશ આપ્યો હતો. રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા માટે વિદેશ મંત્રાલય (MEA) અને સાઉદી દૂતાવાસ સાથે કામ કરી રહી છે.

પીડિતોના પરિવારોને માહિતી પૂરી પાડવા માટે તેલંગાણા સચિવાલય ખાતે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, અને નીચેના હેલ્પલાઇન નંબરો જારી કરવામાં આવ્યા છે:

-૭૯૯૭૯૫૯૭૫૪
-૯૯૧૨૯ ૧૯૫૪૫

આ સમાચાર શેર કરો