મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: કિમ જોંગે ફરી કર્યું ક્રૂઝ મિસાઈલનું પરિક્ષણ, એક અઠવાડિયામાં 2 ટેસ્ટથી કોરિયન ક્ષેત્રોમાં વધ્યો ગરમાવો

ઉત્તર કોરિયાએ રવિવારે એક અઠવાડિયામાં બીજી વખત પોતાની નવી ક્રૂ

ઉત્તર કોરિયાએ રવિવારે એક અઠવાડિયામાં બીજી વખત પોતાની નવી ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલોને નવી 'સબમરીન લોન્ચ ક્રૂઝ મિસાઈલ' (SLCM) નામ આપવામાં આવ્યું છે, જેનાથી કોરિયન નૌકાદળના પરમાણુ હથિયારોમાં તેજી આવશે. આ સાથે જ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સબમરીનમાંથી એક નવી વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઈલના પરીક્ષણ પ્રક્ષેપણનું નિરીક્ષણ કર્યું હતું.

દક્ષિણ કોરિયાની એક સમાચાર એજન્સી અને સત્તાવાર અખબારે જણાવ્યું હતું કે પૂર્વ સાગર પર આકાશમાં બે 'પુલવાહસલ-3-31' (Pulhwasal-3-31) મિસાઈલો છોડવામાં આવી હતી. આ ક્રૂઝ મિસાઈલ પુલવાહસલ-3-31 સબમરીનમાંથી લોન્ચ થયા બાદ 7,421 સેકન્ડ અને 7,445 સેકન્ડ સુધી હવામાં રહી હતી, પરંતુ તે કેટલી દૂર ઉડી અથવા તેને પાણીની સપાટી ઉપરથી કે નીચેથી લોન્ચ કરવામાં આવી હતી તે જણાવવામાં આવ્યું નથી.

પરીક્ષણ સફળ રહ્યું: કિમ જોંગ

પુલવાહસલ-3-31 એ વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઈલોની નવી પેઢી છે. પ્યોંગયાંગે જણાવ્યું હતું કે તેણે બુધવારે પહેલીવાર યલો સી (પીળા સમુદ્ર) તરફ ઘણી મિસાઈલો છોડીને પરીક્ષણ કર્યું હતું. KCNA એજન્સીના જણાવ્યા અનુસાર, કિમ જોંગ ઉને આ પરીક્ષણને સફળ ગણાવ્યું છે.

ઉત્તર કોરિયાની સેનાએ રવિવારે કહ્યું કે ઉત્તરે તેના તટ પરથી ઘણી ક્રૂઝ મિસાઈલો છોડી હતી, પરંતુ તેની વિગતો આપી નથી. ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેણે એક નવી વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે, જે સંકેત આપે છે કે તેને પરમાણુ હથિયાર લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો કે તેને સબમરીન પ્રક્ષેપણ માટે વિકસાવવામાં આવી રહી છે.

ગયા વર્ષે પણ કર્યું હતું ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ

પ્યોંગયાંગના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે માર્ચમાં ઉત્તર કોરિયાએ બે ક્રૂઝ મિસાઈલોનું પ્રક્ષેપણ કર્યું હતું જેણે 1,500 કિલોમીટર (930 માઈલ)નું અંતર કાપ્યું હતું, પરંતુ વિશ્લેષકોએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે તેને જળ સ્તરની ઉપરથી લોન્ચ કરવામાં આવી હતી, જેના કારણે હથિયાર છુપાવવું મુશ્કેલ છે.

જણાવી દઈએ કે ઉત્તર કોરિયા પાસે 1,900 કિલોમીટરની અંદાજિત રેન્જ ધરાવતી સબમરીન-લોન્ચ બેલેસ્ટિક મિસાઈલ (SLBM) પણ છે, જેને 'પુક્ગુક્સોંગ-3' કહેવામાં આવે છે. તેણે ઓક્ટોબર 2021માં તે મિસાઈલના નવા સંસ્કરણના સફળ પરીક્ષણની જાહેરાત કરી હતી.

આ સમાચાર શેર કરો