મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કિમ જોંગ વિદેશ પ્રવાસમાં પહેલીવાર પુત્રી સાથે ગયા, વૈશ્વિક નેતાઓ સાથે કરાવી મુલાકાત

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની બેઇજિંગ મુલાકાતની ઘણી ચર્ચા થઈ રહી છે. વ્લાદિમીર પુતિન અને શી જિનપ

કિમ જોંગ વિદેશ પ્રવાસમાં પહેલીવાર પુત્રી સાથે ગયા, વૈશ્વિક નેતાઓ સાથે કરાવી મુલાકાત

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની બેઇજિંગ મુલાકાતની ઘણી ચર્ચા થઈ રહી છે. વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ સાથેના તેમના ફોટોએ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચા જગાવી છે. કિમ જોંગ ઉનને મળેલું આટલું મહત્ત્વ તેમને દુનિયાના એકાંતવાસથી બહાર લાવવા મજબૂર બનશે. કિમ જોંગ ઉન તેમના આ વખતના વિદેશ પ્રવાસમાં પહેલીવાર તેમની 12 વર્ષીય પુત્રી કિમ જૂને પણ સાથે લઈ ગયા છે. કિમ જોંગ ઉને પોતે પુતિન અને શી જિનપિંગ જેવા નેતાઓ સાથે તેમની પુત્રીનો પરિચય કરાવ્યો હતો.

ચીનની રાજધાની બેઇજિંગમાં આયોજિત વિજય દિવસ પરેડમાં તે કિમ જોંગ ઉનની આસપાસ પણ રહી હતી. આ પહેલી વાર હતું જ્યારે દુનિયાએ કિમ જોંગ ઉનની પુત્રીને જાહેર કાર્યક્રમમાં જોઈ. નિષ્ણાતો કહે છે કે જે રીતે તેણીને તેના પિતા સાથે જોવામાં આવી હતી અને વૈશ્વિક નેતાઓ સાથે તેનો પરિચય કરાવવામાં આવ્યો હતો તે દર્શાવે છે કે તે કિમ જોંગ ઉનની ઉત્તરાધિકારી હશે. બીજી એક રસપ્રદ હકીકત એ છે કે કિમ જોંગ ઉન હાલમાં માત્ર 41 વર્ષની છે. દુનિયા કિમ જોંગ ઉન અને તેના પરિવાર વિશે બહુ ઓછી જાણે છે. કારણ એ છે કે ઉત્તર કોરિયામાં મીડિયા પર ઘણા પ્રતિબંધો છે અને ત્યાંથી માહિતી ભાગ્યે જ બહાર આવે છે.
 
કિમ જોંગ ઉનની પુત્રી જુ એ વિશે દુનિયાને સૌપ્રથમ 2022 માં માહિતી મળી હતી. જ્યારે તેણી તેના પિતા સાથે બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ ઇવેન્ટમાં ગઈ હતી. પૂર્વ NBA સ્ટાર ડેનિસ રોડમેને દુનિયાને કહ્યું હતું કે તે કિમની પુત્રી છે. રોડમેને કહ્યું હતું કે તે 2013 માં પ્યોંગયાંગ ગયો હતો ત્યારે તેણે કિમ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કિમ જોંગ ઉને તેમની પત્ની રી સોલ જુ અને એક નાની છોકરીનો પણ પરિચય કરાવ્યો હતો. પછી તેણે કહ્યું કે આ મારી પુત્રી છે. પ્યોંગયાંગનું રાજ્ય મીડિયા ક્યારેય પુત્રીનું નામ લખતું નથી, પરંતુ દક્ષિણ કોરિયાના ગુપ્તચર સૂત્રો અનુસાર, જુ એ કિમની પુત્રી છે.

કિમ જુ એ વૈશ્વિક નેતાઓ સાથે કરી મુલાકાત

ઉત્તર કોરિયાના નેતાના લગ્ન 2009માં થયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર કોરિયાના મીડિયામાં કિમ જુ એ વિશે અહેવાલો આવી રહ્યા છે, પરંતુ તેણીને એક સુંદર છોકરી અથવા હોનહાર છોકરી તરીકે સંબોધવામાં આવી છે. ઉત્તર કોરિયાના ઘણાં ફોટોમાં જોવા મળે છે કે મોટી મોટી હસ્તીઓ પણ આ છોકરી સામે માથું નમાવતા જોવા મળ્યા છે. આનાથી એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું કે, કદાચ તે કિમ જોંગ ઉનની પુત્રી અને આગામી વારસદાર છે. એટલું જ નહીં, જાહેર કાર્યક્રમોમાં તે ઘણી વખત પોતાની ફોઈ કિમ યો જોંગ અને માતાથી આગળ ચાલતી જોવા મળતી હોય છે.

આ સમાચાર શેર કરો