હજારો કેમેરા હેક કરીને મળી ખામેનીની લોકેશન, તેહરાનને 'ડિજિટલ મેપ'ની જેમ વાંચી રહ્યું હતું ઈઝરાયલ!

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના મૃત્યુ પછી લોકોના મનમાં એક પ્રશ્ન છે કે અમેરિકા અને ઈઝરાયેલે આખરે આટલું સચોટ નિશાન કેવી રીતે લગાવ્યું અને ખામેનેઈ સહિતના તમામ ટોચના નેતૃત્વ પર બોમ્બિંગ કેવી રીતે કરી દીધું?
એક મોટા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલે વર્ષો સુધી તેહરાનના ટ્રાફિક કેમેરા સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હતી. માત્ર કેમેરા જ નહીં, મોબાઈલ નેટવર્ક સુધી પણ પહોંચ બનાવવામાં આવી હતી. આનો હેતુ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ અને તેમની સુરક્ષા વ્યવસ્થાની દરેક ગતિવિધિ પર નજર રાખવાનો હતો.
રિપોર્ટ જણાવે છે કે તેહરાનના મોટાભાગના ટ્રાફિક કેમેરા ઈઝરાયેલની દેખરેખ હેઠળ હતા. ફૂટેજને એન્ક્રિપ્ટ કરીને બહાર મોકલવામાં આવતા હતા. આનાથી એક સંપૂર્ણ 'મૂવમેન્ટ પેટર્ન' તૈયાર કરવામાં આવી - કોણ ક્યારે નીકળ્યું, કોણ સાથે હતું, કયો રૂટ લેવામાં આવ્યો; બધું જ રેકોર્ડ થતું રહ્યું.
ઓપરેશન કેવી રીતે ચાલ્યું?
એવું કહેવાય છે કે આ કામ એક-બે મહિનાનું નહોતું, પરંતુ એક લાંબુ ઓપરેશન હતું. ઈઝરાયેલની ગુપ્તચર યુનિટ 8200 અને મોસાદ (Mossad)એ ટેક સિસ્ટમમાં ઊંડી ઘૂસણખોરી કરી હતી.
-
કેમેરાના લાઈવ ફીડ એક્સેસ કરવામાં આવ્યા.
-
મોબાઈલ નેટવર્ક ડેટાને તેની સાથે જોડવામાં આવ્યો.
-
સિક્યુરિટી સ્ટાફની અવરજવર અને બોડીગાર્ડ્સ ક્યાં પાર્ક કરે છે તે સમજવામાં આવ્યું.
-
ગાર્ડ્સ કયા સમયે બદલાય છે અને કયા રસ્તે મૂવમેન્ટ થાય છે તે જાણીને 'પેટર્ન ઓફ લાઈફ' (રોજિંદી આદતોનો ડિજિટલ નકશો) તૈયાર કરાયો.
કેમેરા કેવી રીતે હથિયાર બન્યા?
આજના સમયમાં શહેરોમાં લાગેલા CCTV માત્ર ટ્રાફિક કંટ્રોલ માટે નથી. જો કોઈ સિસ્ટમમાં ઘૂસી જાય, તો તે જ કેમેરા દેખરેખનું સાધન બની જાય છે. રિપોર્ટ મુજબ, ડેટા શહેરની અંદર રહેવાને બદલે સીધો બહારના સર્વર પર મોકલવામાં આવ્યો હતો. મોબાઈલ નેટવર્કની ઘૂસણખોરીથી એ ખબર પડતી હતી કે કયો ફોન કયા લોકેશન પર છે, જેનાથી સુરક્ષાકર્મીઓની હિલચાલ વધુ સ્પષ્ટ દેખાવા લાગી.
ઈઝરાયલે આ રીતે બનાવ્યો એક્શન પ્લાન
જ્યારે પૂરતી માહિતી એકઠી થઈ ગઈ, ત્યારે સચોટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. લોકેશન, ટાઈમિંગ અને સિક્યુરિટી ગેપને સમજીને આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવી. જોકે સત્તાવાર સ્તરે આ તમામ દાવાઓની પુષ્ટિ થઈ નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે આ સમગ્ર મામલામાં ડિજિટલ દેખરેખ મહત્વની રહી છે.
સાયબર વોર
નિષ્ણાતો કહે છે કે હવે યુદ્ધ માત્ર જમીન કે આકાશમાં નથી લડાતું. ડિજિટલ સિસ્ટમ એ નવો મોરચો છે. કેમેરા, મોબાઈલ નેટવર્ક, ઈન્ટરનેટ - બધું જ સંભવિત ટાર્ગેટ છે. જે દેશો સાયબર ક્ષમતામાં મજબૂત છે, તેઓ ગોળી ચલાવ્યા વગર પણ મોટી સરસાઈ મેળવી શકે છે.
આ કિસ્સો દર્શાવે છે કે સાયબર વોરફેર હવે વાસ્તવિક દુનિયાના નિર્ણયોને પ્રભાવિત કરી રહી છે. આ રિપોર્ટે અનેક સવાલો ઉભા કર્યા છે: શું શહેરોમાં લાગેલા કેમેરા સુરક્ષિત છે? શું મોબાઈલ નેટવર્ક સંપૂર્ણ સુરક્ષિત છે? અને શું આવનારા સમયમાં આવા ઓપરેશન સામાન્ય બની જશે?

