મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'ખામેનેઈને ઈરાનના આ પવિત્ર શહેરમાં દફનાવવામાં આવશે, જાણો દિવસ -સમય અને જગ્યા

ખામેનેઈએ 36 વર્ષ સુધી ઈરાનનું નેતૃત્વ કર્યું અને તાજેતરના યુએસ-ઇઝરાયલી હુમલા દરમિયાન 86 વર્ષની ઉંમરે તેમ

તસવીર: google

ખામેનેઈએ 36 વર્ષ સુધી ઈરાનનું નેતૃત્વ કર્યું અને તાજેતરના યુએસ-ઇઝરાયલી હુમલા દરમિયાન 86 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુની જાહેરાત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ પર કરવામાં આવી હતી. બાદમાં ઈરાની શાસન દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી હતી. ખામેનેઈની દફનવિધિ પહેલાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું છે કે, તેહરાનમાં "ભવ્ય વિદાય સમારંભ" યોજાશે.

તેહરાન ટાઇમ્સના અહેવાલ મુજબ, ખામેનેઈના અંતિમ સંસ્કાર આજે રાત્રે ઈરાની સમય મુજબ 10 વાગ્યે શરૂ થશે. ઇમામ ખોમેની મસ્જિદમાં ત્રણ દિવસીય વિદાય સમારંભ યોજાશે. સુપુર્દ એ ખાક કરવાની વિધિ હાલમાં ચાલી રહી છે. તેની જાહેરાત કરવામાં આવશે.

ઈરાનનું ધાર્મિક કેન્દ્ર છે મશહદ

ઈરાનનું બીજું સૌથી મોટું શહેર મશહદ દેશના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્રોમાંનું એક છે.અહીં  ઇમામ રઝાની દરગાહ છે, જે એક મુખ્ય શિયા ઇસ્લામિકનું યાત્રાધામ છે. જ્યાં દર વર્ષે લાખો લોકો મુલાકાત લે છે.

ખામેનેઈ ઈરાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા રાષ્ટ્રીય અધ્યક્ષ - વડા હતા અને 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી માત્ર બીજા સર્વોચ્ચ નેતા હતા. દેશના સર્વોચ્ચ પદના અધિકારી તરીકે તેમની પાસે સંરક્ષણ, અર્થતંત્ર અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ સરકારી બાબતો પર અંતિમ અધિકાર હતો. ત્રણ દાયકાથી વધુ સમય સુધી, તેમણે ઈરાનની રાજકીય વ્યવસ્થા પર મજબૂત પકડ જાળવી રાખી અને સમગ્ર મધ્ય પૂર્વમાં પોતાનો પ્રભાવ વધાર્યો.

આ સમાચાર શેર કરો