મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કેનેડામાં ખાલિસ્તાની આતંકી પન્નુનો બોડીગાર્ડ ઝડપાયો, અજીત ડોભાલે કરી દીધો ખેલ

ભારત વિરોધી ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુના નજીકના સહયોગીની પોલીસે ધરપકડ કરી છે. અહેવાલો અન

કેનેડામાં ખાલિસ્તાની આતંકી પન્નુનો બોડીગાર્ડ ઝડપાયો, અજીત ડોભાલે કરી દીધો ખેલ

ભારત વિરોધી ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુના નજીકના સહયોગીની પોલીસે ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, કેનેડિયન પોલીસે તેના સૌથી અગ્રણી સહયોગીઓમાંના એક, ઈન્દ્રજીત સિંહ ગોસાલની ધરપકડ કરી છે. જોકે આ ધરપકડ કયા સંદર્ભમાં કરવામાં આવી તે હજુ સુધી સ્પષ્ટ નથી. નવેમ્બર 2024 માં એક હિન્દુ મંદિરમાં હિંસાના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછીથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
 
ઈંદ્રજીત સિંહ ગોસલ શીખ ફોર જસ્ટિસના આતંકી ગુરપતવંત સિંહ પન્નુનો પર્સનલ સિક્યોરિટી ઓફિસર હતો. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના સખ્ત સંદેશા પછી કેનેડાની માર્ક કાની સરકાર પર ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ કરાયું હતું. એ પછી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ, ગોસાલને SFJ (શીખ ફોર જસ્ટિસ) ના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુનો જમણો હાથ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગોસાલ હરદીપ સિંહ નિજ્જર પછી કેનેડામાં SFJના મુખ્ય ફ્રન્ટમેન તરીકે કામ કરતો હતો. જૂન 2023માં કેનેડાના સરીમાં નિજ્જરની હત્યા થઈ હતી. તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની સરકારે આ ઘટનાને ભારત સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.

કેનેડામાં ખળભળાટ

સપ્ટેમ્બરની શરૂઆતમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓછામાં ઓછા બે ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને દેશની અંદરથી નાણાંકીય સહાય મળી હતી. "કેનેડામાં 2025 મની લોન્ડરિંગ અને આતંકવાદી નાણાકીય ભંડોળનું મૂલ્યાંકન" શીર્ષકથી પ્રકાશિત અહેવાલમાં કેનેડાની અંદરથી નાણાંકીય સહાય મેળવતા ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોની ઓળખ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન તરીકે થઈ હતી.

આ સમાચાર શેર કરો