લેબેનોનમાં ઇઝરાયેલનો વધુ એક દુશ્મન ઠાર, IDFએ હુસૈન સાઇફો શરીફને મોતને ઘાટ ઉતાર્યો
ઇઝરાયેલે પોતાના વધુ એક દુશ્મનને લેબેનોનમાં ઠાર માર્યો છે. IDF સેનાએ સીરિયાથી ઇઝરાયેલ વિરૂદ્ધ આતંકવાદી હ

ઇઝરાયેલે પોતાના વધુ એક દુશ્મનને લેબેનોનમાં ઠાર માર્યો છે. IDF સેનાએ સીરિયાથી ઇઝરાયેલ વિરૂદ્ધ આતંકવાદી હુમલા પર ભાર મુકવાની યોજના બનાવનારા સીનિયર હથિયાર ડીલર હુસૈન સાઇફો શરીફને લેબેનોનમાં ઠાર માર્યો છે.
IDFએ જણાવ્યું કે આતંકી હુસૈનને લેબેનોનના બૈબ્લેક વિસ્તારમાં નિશાન બનાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. શરીફની ગતિવિધિ ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે સમજૂતિનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.
કોણ હતો હુસૈન શરીફ?
હુસૈન સાઇફો શરીફ લેબેનોનનો એક સીનિયર હથિયાર ડીલર હતો, તેનું નેટવર્ક સીરિયાથી ઇઝરાયેલ સુધી ફેલાયેલુ હતું અને તે આતંકવાદી સંગઠનોને ભારે માત્રામાં હથિયાર અને સંસાધન ઉપલબ્ધ કરાવતો હતો. આ નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય ઇઝરાયેલ વિરૂદ્ધ આતંકવાદી હુમલાને સક્રિય કરવાનો હતો માટે તે સીરિયાથી હમાસ અને હિજબુલ્લાહ જેવા સંગઠનોને હથિયાર પુરા પાડતો હતો. આતંકવાદી સંગઠનોને ફંડિંગ અને સમર્થન પ્રદાન કરતો હતો, જેનો ઉદ્દેશ્ય ઇઝરાયેલ વિરૂદ્ધ હુમલો કરવાનો હતો.






