ઈઝરાયલને પોતાનો બચાવ કરવાનો પૂરેપૂરો અધિકાર, યુદ્ધવિરામમાં નિષ્ફળ ગયેલા ટ્રમ્પની વધુ એક ડંફાસ
ગાઝામાં ૨૬ના મૃત્યુ ઈઝરાયલી એરસ્ટ્રાઇકને લીધે થયા હોવા છતાં દ.કોરિયા જતા માર્ગમાં 'એરફોર્સ-વન' વિમાનમા

ગાઝામાં ૨૬ના મૃત્યુ ઈઝરાયલી એરસ્ટ્રાઇકને લીધે થયા હોવા છતાં દ.કોરિયા જતા માર્ગમાં 'એરફોર્સ-વન' વિમાનમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, આવી ઘટના છતાં ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધ વિરામને આંચ આવે તેમ નથી.
યુદ્ધ વિરામ પછી ફરી હિંસક ઘટના
બીજી તરફ ફરી થયેલાં આ છમકલાં માટે હમાસ અને ઈઝરાયલે એકબીજા ઉપર આક્ષેપબાજી શરૂ કરી હતી. ટ્રમ્પે ત્રણ સપ્તાહ પૂર્વે મહામહેનતે કરાવેલા યુદ્ધ વિરામ પછી ફરી આવી હિંસક ઘટના બની હતી.
ગાઝાનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઈઝરાયલી હુમલામાં મધ્ય ગાઝાપટ્ટીમાં આવેલી બરૂજી નિર્વાસિત છાવણી અને ગાઝા શહેરની બાજુમાં આવેલાં સબ્રામાં અનુક્રમે પાંચ અને ૪ના નોંધાયેલા મૃત્યુ સાથે કુલ ૨૬ના મૃત્યુ થયા હતાં. ખાન યુનીસમાં પણ એક કારમાં પાંચના મોત થયા હતા.
ઈઝરાયલને પોતાનો બચાવ કરવાનો પૂરેપૂરો અધિકાર
આ અંગે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, મારા જાણવા પ્રમાણે તેઓ (હમાસ) એક ઈઝરાયલી સૈનિકને ઉઠાવી ગયા હતા તે પછી ઈઝરાયલે આ આક્રમણ કર્યું હતું. ઈઝરાયલે વળતો પ્રહાર કર્યો હતો. વાસ્તવમાં તેને પોતાનો બચાવ કરવાનો પૂરેપૂરો અધિકાર છે.
અમેરિકાના પ્રમુખની આ વાત સ્વીકારી લઈએ તો પણ તેમના નેતૃત્વ નીચે ગાઝાપટ્ટીમાં અંતરિમ સરકાર રચવાની યોજના સ્પષ્ટત: દર્શાવે છે કે, અમેરિકા પોતે જ ગાઝાપટ્ટી પર કબ્જો જમાવવા માંગે છે.








