મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાન પરમાણુ પ્લાન્ટ પર કર્યો બોમ્બમારો

ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, 13 જૂનથી ઇરાને ઇઝરાયલને નિશાન બનાવીને 470 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને લગભગ 100

ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાન પરમાણુ પ્લાન્ટ પર કર્યો બોમ્બમારો

ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, 13 જૂનથી ઇરાને ઇઝરાયલને નિશાન બનાવીને 470 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને લગભગ 1000 ડ્રોન છોડ્યા છે.

ઇરાન ઇઝરાયલ યુદ્ધ હવે વધુ આક્રમક બની રહ્યું છે. તેહરાને મધ્ય ઇઝરાયલ તરફ બેલિસ્ટિક મિસાઇલો છોડ્યાના થોડા સમય પછી ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાન પરમાણુ પ્લાન્ટ પર હવાઈ હુમલો કર્યો.

ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) અનુસાર, લગભગ 50 ફાઇટર જેટ ઇરાની ઠેકાણાઓ પર બોમ્બમારો કરવામાં સામેલ હતા. જોકે, ઇરાની મીડિયા ફાર્સ ન્યૂઝ અનુસાર, આ સમય દરમિયાન કોઈ ખતરનાક સામગ્રી લીક થઈ નથી.

ઇરાનના ઇસ્ફહાન પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો

ઇસ્ફહાન ઇરાનના પરમાણુ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમાં યુરેનિયમ સુવિધાઓ અને પરમાણુ ઇંધણ ઉત્પાદન પ્લાન્ટ પણ શામેલ છે. એક ઇઝરાયલી અધિકારીએ AFPને જણાવ્યું, "અમે અમારા ઓપરેશનના પહેલા 24 કલાકમાં ઇસ્ફહાનને નિશાન બનાવ્યું હતું, પરંતુ અમે આખી રાત ત્યાં હુમલા ચાલુ રાખ્યા. અમારા હવાઈ હુમલાથી ઇસ્ફહાન પરમાણુ સુવિધાને નુકસાન થયું છે.

ઈરાને 470 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા

તેમણે કહ્યું કે તાજેતરના દિવસોમાં કેટલાક વધુ લક્ષ્યોનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક સેન્ટ્રીફ્યુજ ઉત્પાદન સ્થળોનો પણ સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઇઝરાયલી હુમલાઓને કારણે ઇરાનની સેન્ટ્રીફ્યુજ ઉત્પાદન ક્ષમતાઓને ગંભીર ફટકો પડ્યો છે. યુરેનિયમને સમૃદ્ધ બનાવવા માટે સેન્ટ્રીફ્યુજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ યુરેનિયમ આઇસોટોપ્સને અલગ કરવા માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ (UF6) ગેસને હાઇ સ્પીડથી સ્પિન કરીને કામ કરે છે.

ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, 13 જૂનથી ઇઝરાયલી વાયુસેના (IAF) એ રાતોરાત 40 UAVને અટકાવ્યા અને ઇઝરાયલને નિશાન બનાવતા 40 ડ્રોનને તોડી પાડ્યા.

શનિવારે રાત્રે, IDF ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ તરફથી મળેલી માહિતીના આધારે, ઇઝરાયલી વાયુસેનાએ ઇસ્ફહાનમાં મિસાઇલ લોન્ચર અને ડબલ-બેરલ્ડ UAV લોન્ચર પર પણ હુમલો કર્યો, જે ઇઝરાયલ પર હુમલો કરવાના હતા.

આ સમાચાર શેર કરો