મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બંદર અબ્બાસ હુમલા બાદ ઈરાનનો કાઉન્ટર એટેક, અમેરિકન એરબેસને બનાવ્યું નિશાન

તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મધ્ય પૂર્વ (Middle East)માં પર

બંદર અબ્બાસ હુમલા બાદ ઈરાનનો કાઉન્ટર એટેક, અમેરિકન એરબેસને બનાવ્યું નિશાન
આ સમાચાર સાંભળો

તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મધ્ય પૂર્વ (Middle East)માં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે બંદર અબ્બાસ (Bandar Abbas) પોર્ટ નજીક થયેલા હુમલાના જવાબમાં તેણે એક અમેરિકન મિલિટરી એરબેસ (US Military Airbase) પર તાબડતોબ હુમલો કર્યો છે.

તસનીમ ન્યૂઝ એજન્સી (Tasnim News Agency) અનુસાર, IRGC એ જણાવ્યું કે સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 4:50 વાગ્યે અમેરિકન હુમલાના જવાબમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, ઈરાને હજુ સુધી કયા અમેરિકન બેઝને નિશાન બનાવાયું તેની સ્પષ્ટ માહિતી આપી નથી.

IRGCની અમેરિકાને કડક ચેતવણી

ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે અમેરિકા સામે કડક વલણ અપનાવતાં ચેતવણી આપી છે કે જો આવી કાર્યવાહી ફરી કરવામાં આવશે તો ઈરાન વધુ ઘાતક અને નિર્ણાયક જવાબ આપશે. IRGCએ કહ્યું કે તેના પરિણામો માટે માત્ર હુમલાખોર દેશ જ જવાબદાર રહેશે.

કૂવૈતે મિસાઈલ અને ડ્રોન્સ કર્યા ઇન્ટરસેપ્ટ

આ સંઘર્ષની અસર હવે આસપાસના દેશોમાં પણ જોવા મળી રહી છે. કૂવૈતના રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે તેમની એર સ્પેસ (Airspace) તરફ આવતા મિસાઈલ અને UAVs (Unmanned Aerial Vehicles) ને સતત ઇન્ટરસેપ્ટ કરીને હવામાં જ નષ્ટ કરવામાં આવી રહ્યા છે.

બંદર અબ્બાસમાં ભારે વિસ્ફોટ

બુધવારે મોડી રાત્રે અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ શહેર નજીક એરસ્ટ્રાઈક (Airstrike) હાથ ધરી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, શહેરના પૂર્વીય વિસ્તારમાં ત્રણ જોરદાર વિસ્ફોટોના અવાજો સાંભળવામાં આવ્યા હતા.

રોયટર્સ (Reuters)ને અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલો એવા સૈન્ય ઠેકાણાં પર કરવામાં આવ્યો હતો, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) વિસ્તારમાં અમેરિકન સેનાઓ અને કોમર્શિયલ શિપિંગ માટે ખતરો બની શકે તેવી આશંકા હતી. અમેરિકાએ આ કાર્યવાહી આત્મરક્ષા (Self-defense) હેઠળ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

શાંતિ વાટાઘાટો વચ્ચે વધ્યો તણાવ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો (Peace Talks) સતત નિષ્ફળ જઈ રહી હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે સીધી સૈન્ય અથડામણ (Military Conflict)ની ભીતિ વધુ મજબૂત બની રહી છે.

મધ્ય પૂર્વમાં વધી રહેલા આ તણાવને કારણે વૈશ્વિક તેલ બજાર (Global Oil Market) અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પણ ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો