Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran responds to power plant attack via VIDEO

VIDEO મારફતે પાવરપ્લાન્ટ હુમલાનો ઈરાને આપ્યો જવાબ, અબુધાબીમાં મિસાઈલના કાટમાળથી 5 ભારતીય ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક અને વિનાશક વળાંક પર પહોંચી ગયો છે. ઇઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા બાદ, ઈરાને વળતા પ્રહાર તરીકે સાઉદી અરેબિયા સ્થિત અમેરિકન સૈન્ય બેઝ પર મોટો હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિશ્વમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે અને રશિયા-યુક્રેન બાદ હવે આ ક્ષેત્રમાં પણ મહાયુદ્ધ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.

App Store

પાવર પ્લાન્ટ પર હુમલાની ટ્રમ્પની ધમકીનો ઈરાને VIDEO મારફતે આપ્યો જવાબ 

અબુ ધાબીના ગવર્મેન્ટ મીડિયા ઓફિસે જણાવ્યું કે ઈરાન તરફથી ઝીંકાયેલી મિસાઈલને ઈન્ટરસેપ્ટ કરવામાં આવતા મિસાઇલનો કાટમાળ પડતાં પાંચ ભારતીય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાઓ સામાન્ય હતી. ઈરાને બેલેસ્ટિક મિસાઈલ વડે આ હુમલો કર્યો હતો. 

બહેરીનમાં અમેરિકન સૈન્ય ઠેકાણે ઈરાનના પ્રચંડ હુમલા, ડિફેન્સ સિસ્ટમ પણ ફેલ 

બહેરીન અને યુએઈમાં ફરી એકવાર ઇરાન તરફથી મિસાઈલ હુમલાની આશંકાને જોતા સાયરનો વાગ્યા હતા જેના લીધે નાગરિકોનું ટેન્શન વધી ગયું હતું. જોકે આ હુમલા અમેરિકન સૈન્ય બેઝને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ પહેલીવાર આ યુદ્ધમાં સીરિયા તરફ ઈરાન દ્વારા મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે જેમાં સીરિયામાં પ્રચંડ ધડાકા સંભળાયા હતા. 

રશિયા ગેસ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે 

રશિયાની TASS ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર રશિયા આગામી 1 એપ્રિલથી 31 જુલાઈ સુધી ગેસ અને ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે.

યમની સેનાની મોટી ધમકી 

યમનની સેનાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે અમે અમેરિકા અને ઈઝરાયલને ઈરાન પર હુમલા કરવા માટે રાતા સમુદ્રનો ઉપયોગ નહીં કરવા દઇએ. જો અમેરિકા અને ઈઝરાયલની સાથે કોઈ અન્ય ગઠબંધન યુદ્ધ મેદાનમાં ઉતરશે તો અમે પણ ઈરાન તરફથી યુદ્ધ લડવા સીધી રીતે મેદાનમાં આવી જઈશું. 

ઈરાનની મિસાઈલો કહેર બનીને વરસી 
 
ઈરાન પર ઇઝરાયલના હુમલા તેજ

ઇઝરાયલની સેનાએ તેહરાન સહિત ઈરાનના વિવિધ વ્યૂહાત્મક સ્થળો પર મોટા પાયે હવાઈ હુમલા કરવાની જાહેરાત કરી છે. અનેક વિસ્તારોમાં ભીષણ વિસ્ફોટોના અહેવાલ છે.

સાઉદીમાં અમેરિકન સૈન્ય બેઝ પર ઈરાનનો આક્રમક પ્રહાર

ઈરાને સાઉદી અરેબિયામાં રિયાધ નજીક આવેલા અમેરિકાના 'પ્રિન્સ સુલતાન એર બેઝ' પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે. આ હુમલામાં 10 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. અમેરિકાનું એક રિફ્યુલિંગ પ્લેન (ઈંધણ ભરનાર વિમાન) પણ આ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયું છે.