ભારત-ચીન અને રશિયા....જો આ ત્રણેય દેશ એક સાથે આવે તો અમેરિકાનું શું થાય?
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ભારત પર 50% ટેરિફ લગાવવાની ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ભારત પર 50% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પના ટેરિફથી વધુ નુકસાન અમેરિકાને જ થશે. કારણ કે અમેરિકામાં જ ભારતમાંથી એક્સપોર્ટ થનારી વસ્તુ મોંઘી થશે એટલે કે અહીં મોંઘવારી વધશે.બીજી તરફ ભારતના લોકો પર તેની ઝીરો ઇમ્પેક્ટ થશે. ટ્રમ્પની આ હરકતથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ ખરાબ થઇ રહ્યાં છે.
હવે વિચારો ભારત-અમેરિકા વચ્ચે સંબંધ ખરાબ થઇ ગયા અને તે વિશ્વની ત્રણ મોટી તાકાત-રશિયા, ચીન અને ભારત જે ડોનાલ્ડ ટ્રમ્પના વલણથી પરેશાન છે એક થઇ ગયા અન સેનાથી લઇને ટેકનિક, પૈસા શેર કરવા લાગ્યા તો ડૉલરનું રાજ ખતમ થઇ જશે? શું અમેરિકાનું સુપરપાવર રહેવું ખતમ થશે? આવો આવા કેટલાક સવાલના જવાબ જાણીયે...
ભારત-રશિયા-ચીન કેવી રીતે બદલી શકે છે દુનિયા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનનો પ્રવાસ કરવાના છે. ભારતના PMનો ચીન પ્રવાસ, ચીન-ભારતના સંબંધોને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારત-ચીન અને રશિયા એક થઇ શકે છે અને અમેરિકાને આર્થિક મોરચા પર પાઠ ભણાવી શકે છે.
અમેરિકા-યુરોપમાં વિશ્વ પર દબદબો
અત્યાર સુધી અમેરિકા અને યુરોપનો દબદબો પુરી દુનિયા પર છે. જો ભારત-રશિયા-ચીન એકસાથે આવી જાય તો અમેરિકા-યુરોપના વર્ચસ્વને ટક્કર આપશે. એશિયા માર્કેટનું ગ્લોબલ સ્તર પર દબદબો જોવા મળશે.
અત્યાર સુધી ડૉલરનો આખી દુનિયા પર દબદબો છે પરંતુ આ ત્રણેય દેશ લાંબા સમયથી અમેરિકન ડોલર પર નિર્ભરતાને ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચીન યુઆન, રશિયા રૂબલ અને ભારત રૂપિયામાં ટ્રેડ કરી રહ્યાં છે.એવામાં ત્રણેય સાથે આવીને નવી કરન્સી અથવા પેમેન્ટ સિસ્ટમ બનાવી શકે છે જે ડૉલરને પડકાર આપી શકે છે.
અમેરિકાએ યુરોપ સાથે મળીને FTA ડિલ કરી છે. જો આ ત્રણેય દેશ એકસાથે આવે તો એશિયન ટ્રેડ નેટવર્ક બનાવી શકે છે જેનાથી રો મટેરિયલ,મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી શેર થઇ શકે છે. આખી દુનિયાની ઇકોનોમી બદલાઇ શકે છે.
ડિફેન્સ અને ટેકનોલોજી મામલે આ ત્રણેય દેશ એક મોટી તાકાત બનીને ઉભરશે. ચીનની મેન્યુફેક્ચરિંગ તાકાત અને ભારતનું ટેલેન્ટ પુલ અને IT પાવર મળીને એક નવી સેના અને ટેકનિકલ બ્લોક ઉભો કરી શકે છે.
ત્રણેય દેશ સાથે આવતા ગ્લોબલ સપ્લાય ચેન પણ બદલાઇ શકે છે. દુનિયાના પશ્ચિમી દેશો પર નિર્ભરતા ઓછી થઇ શકે છે. દુનિયા ભારત-ચીન અને રશિયા સાથે વેપાર કરવામાં વધુ રસ દાખવી શકે છે.








