મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ટપકતી છત, ચારેબાજુ દોડતા ઉંદર..., બદથી બદતર હાલતમાં જીવન પસાર કરવા મજબુર ઇમરાન ખાનની પત્ની

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી હાલમાં જેલમાં બંધ છે.

ટપકતી છત, ચારેબાજુ દોડતા ઉંદર..., બદથી બદતર હાલતમાં જીવન પસાર કરવા મજબુર ઇમરાન ખાનની પત્ની
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી હાલમાં જેલમાં બંધ છે. તેમની જેલમાં સ્થિતિ અને અંગત જીવનને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેની ચર્ચા ઘણીવાર સામે આવે છે. બુશરા બીબીની બહેન મરિયમ રિયાઝ વટ્ટુએ આ મુદ્દે ખુલ્લું નિવેદન આપ્યું છે. મરિયમે જણાવ્યું કે બુશરા બીબીની ભૂખ હડતાળ બાદ તેમને પરિવાર સાથે મળવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આ પહેલાં પરિવારને એક દિવસ સુધી રાહ જોવી પડી હતી, જેનાથી જેલ વહીવટીતંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

મરિયમે શું કહ્યું?

મરિયમે કહ્યું કે બુશરાને મુશ્કેલ અને ગેરકાયદેસર સ્થિતિમાં રાખવામાં આવી રહી છે. તેના સેલની છત લીક થાય છે, ઇલેક્ટ્રિક બોર્ડમાં કરંટ આવી રહ્યો છે. ઉંદરો ફરે છે અને બે દિવસ માટે વીજળી બંધ કરી દેવામાં આવે છે. વધુમાં મરિયમે કહ્યું કે બુશરાને એક મહિનાથી વધુ સમય સુધી વારંવાર અપીલ કર્યા પછી જ તેના પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવી હતી અને પરિવારને જેલની બહાર કલાકો સુધી રાહ જોવી પડી હતી.

બુશરાના વજનમાં 15 કિલોનો ઘટાડો થયો છે

મરિયમે વધુમાં કહ્યું કે બુશરાની તબિયત ઘણી બગડી ગઈ છે. તેનું વજન 15 કિલો ઘટી ગયું છે અને તે ખૂબ જ નબળી પડી ગઈ છે, પરંતુ તેનું મનોબળ હજુ પણ મજબૂત છે. તેમણે એ પણ માહિતી આપી કે બુશરાને ઘણા કેસોમાં જામીન મળ્યા નથી અને તેમને તેમના પતિ અને પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાનને મળવાની પણ મંજૂરી આપવામાં આવી નથી.

ઈમરાન અને બુશરા વિરુદ્ધ અનેક કેસ 

નોંધનીય છે કે ઈમરાન અને બુશરા બંને ભ્રષ્ટાચારના અનેક કેસોમાં જેલમાં છે. ઈમરાન 2023 માં ધરપકડ થયા પછી સતત પોતાની નિર્દોષતાનો દાવો કરી રહ્યા છે, અને કહી રહ્યા છે કે તેમના વિરોધીઓએ તેમના રાજકીય પુનરાગમનને રોકવા માટે આ આરોપો લગાવ્યા છે.

આ સમાચાર શેર કરો