મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: પાકિસ્તાનમાં ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ, દુર્ઘટના બાદ જાફર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી

પાકિસ્તાનમાં એક ટ્રેન અકસ્માતની ઘટના બની છે. જેમાં અનેક લોકો ઘાયલ થયાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાફર

VIDEO: પાકિસ્તાનમાં ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ, દુર્ઘટના બાદ જાફર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી

પાકિસ્તાનમાં એક ટ્રેન અકસ્માતની ઘટના બની છે. જેમાં અનેક લોકો ઘાયલ થયાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાફર એક્સપ્રેસમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ટ્રેનના 5થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. સિંધ-બલુચિસ્તાન સરહદ પર સુલતાનકોટ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી છે. જાફર એક્સપ્રેસ ક્વેટા જઈ રહી હતી ત્યારે પાટા પર લગાવેલા IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) ના ધમાકાથી અનેક  ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

વિસ્ફોટકો કોણે મૂક્યા તે અંગે તપાસ શરૂ

અહેવાલો અનુસાર મૃતકો અને ઘાયલોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ બચાવ ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હુમલો કોણે કર્યો અને પાટા પર વિસ્ફોટકો કોણે મૂક્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બલૂચ લિબરેશન આર્મી પર શંકા છે, પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી, અને હજુ સુધી કોઈએ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

વારંવાર જાફર એક્સપ્રેસને કરાઈ રહી છે ટાર્ગેટ

અહેવાલો અનુસાર આ રૂટ પર ટ્રેન વ્યવહાર બંધ કરાયો છે. પાટા પર પથરાયેલા કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલુ છે. સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જણાવી દઈએ કે થોડા સમયથી જાફર એક્સપ્રેસ ટ્રેનને વારંવાર નિશાન બનાવવામાં આવી છે. ઓગસ્ટ 2025માં, બલુચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં પણ આવો જ IED વિસ્ફોટ થતા છ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. માર્ચ 2025 માં, બલૂચ લિબરેશન આર્મી (BLA) ના આતંકવાદીઓએ બોલાન પાસમાં આ જ ટ્રેનનું અપહરણ કર્યું હતું, જેમાં 400થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા હતા. 

આ સમાચાર શેર કરો