VIDEO: યમનના હુથી બળવાખોરોનો જહાજ પર મિસાઈલ હુમલો, બે ટુકડા થઈ પાણીમાં ડૂબ્યું
યમનના હુથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં જઈ રહેલા જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો છે, જેમાં મેજિક સી

યમનના હુથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં જઈ રહેલા જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો છે, જેમાં મેજિક સીઝ નામનું એક બલ્ક કેરિયર જહાજ ટાઈટેનિકની જેમ ડૂબી ગયું છે. આ જહાજ યૂનાની માલિકીનું હતું અને તેના પર લાઈબેરિયાનો ધ્વજ હતો. બળવાખોરોએ ડ્રોન, મિસાઈલ, રૉકેટ લોન્ચર અને નાના હથિયારોથી હુમલો કરતાં જહાજ પર આગ લાગ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો, પછી જહાજના બે ટુકડા થઈ પાણીમાં ડૂબી ગયું છે, જેનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
હુથીઓએ હુમલાનો વીડિયો જાહેર કર્યો
હુથી બળવાખોરોએ હુમલાનો વીડિયો બનાવી શેર કર્યો છે. વીડિયોમાં બળવાખોરો જહાજ પર મિસાઈલ હુમલો કરતા અને પછી ભયાનક વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. વિસ્ફોટના કારણે જહાજમાં ભયાનક આગ લાગતી અને ધુમાળાના ગોટેગોટા ઉડતા પણ જોવા મળી રહ્યા છે. છેવટે જહાજ સમુદ્રમાં ડૂબી જતું દેખાઈ રહ્યું છે.
https://twitter.com/IranObserver0/status/1942628857204596906
ત્રણના મોત, બેને ઈજા
યુરોપિયન યુનિયન નૌકાદળ મિશન ‘ઓપરેશન એસ્પાઈડ્સ’એ મંગળવારે પુષ્ટી કરી છે કે, ‘હુથિ બળવાખોરોએ મિસાઈલથી જહાજ પર હુમલો કર્યો છે, જેમાં ત્રણ લોકોના મોત અને બે ઈજાગ્રસ્ત થયા છે. હુમલા બાદ જહાજ પરથી 22 સભ્યો જીવ બચાવવા પાણીમાં કુદી ગયા છે, જેમને સુરક્ષિત બચાવી લેવાયા છે. સશસ્ત્રદળોએ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ નુકસાન અટકાવી શક્યા ન હતા.’






