મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

શું Us રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થઈ છે કોઈ ગંભીર બીમારી?, હાથ પર ઘાના નિશાન જોઈને તેમના સ્વાસ્થ પર ઉઠ્યા સવાલ

વિશ્વભરના નેતાઓ જ્યારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં 'બોર્ડ ઓફ પીસ'ના ગઠન માટે એકઠા થયા છે, ત્ય

શું Us રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થઈ છે કોઈ ગંભીર બીમારી?, હાથ પર ઘાના નિશાન જોઈને તેમના સ્વાસ્થ પર ઉઠ્યા સવાલ

વિશ્વભરના નેતાઓ જ્યારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં 'બોર્ડ ઓફ પીસ'ના ગઠન માટે એકઠા થયા છે, ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાની તબિયતને લઈને ચર્ચામાં આવ્યા છે.  દાવોસમાં લોકો યુએસ રાષ્ટ્રપતિના ડાબા હાથ પર એક મોટો, વાદળી ઘા જોઈને ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં ઝડપથી તેમના સમાચાર ફેલાયા હતા. તો બીજી તરફ  બધા જાણવા માંગતા હતા કે  અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને શું થયું છે. અંતે, ટ્રમ્પે સમજાવ્યું કે આ ઘા દાવોસમાં ટેબલ પર ઘસવાથી થયો હતો.

શું છે હાથ પરના નિશાનનું સત્ય?

હાથ પરના નિશાન અંગે પૂછાયેલા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું કે, 'હું સંપૂર્ણ સ્વસ્થ છું. આ કોઈ ગંભીર બીમારી નથી પરંતુ એક સામાન્ય અકસ્માતનું પરિણામ છે. મારો હાથ ટેબલના ખૂણા સાથે અથડાયો હતો, જેના કારણે આ નિશાન પડ્યું છે. મેં તેના પર મલમ લગાવ્યો છે અને ડૉક્ટરોના મતે ચિંતા જેવું કંઈ નથી.'

વ્હાઇટ હાઉસ અને ડૉક્ટરોનો ખુલાસો

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ ટ્રમ્પના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે, 'બોર્ડ ઓફ પીસ' કાર્યક્રમ દરમિયાન જ ટેબલ સાથે અથડાવાને કારણે આ ઈજા થઈ હતી. ટ્રમ્પના પર્સનલ ડૉકટર, ડૉ. સીન બારબાબેલાએ પુષ્ટિ કરી છે કે ટ્રમ્પ નિયમિતપણે 325 મિલિગ્રામ એસ્પિરિન લે છે. જોકે, મેયો ક્લિનિક જેવી સંસ્થાઓના મતે હૃદયની સુરક્ષા માટે સામાન્ય રીતે 75થી 100 મિલિગ્રામ એસ્પિરિન પૂરતી હોય છે. ટ્રમ્પ જે માત્રામાં દવા લે છે તેનાથી લોહી વધુ પાતળું થઈ જાય છે, જે આ પ્રકારના નિશાન પડવાનું મુખ્ય કારણ હોઈ શકે છે.

આ સમાચાર શેર કરો