મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકાની ધમકી વચ્ચે ગ્રીનલેન્ડ PMOનું મહત્ત્વનું નિવેદન, જાણો 'નાટો' વિશે શું કહ્યું?

ગ્રીનલેન્ડ સંકટ નિર્ણાયક મોડ પર પહોંચ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે, અમેરિકા ગ્રીનલેન્ડ ઉપ

અમેરિકાની ધમકી વચ્ચે ગ્રીનલેન્ડ PMOનું મહત્ત્વનું નિવેદન, જાણો 'નાટો' વિશે શું કહ્યું?

ગ્રીનલેન્ડ સંકટ નિર્ણાયક મોડ પર પહોંચ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે, અમેરિકા ગ્રીનલેન્ડ ઉપર છેલ્લાં પગલાંરૂપે લશ્કર દ્વારા પણ કબ્જો જમાવશે. આ સામે ગ્રીનલેન્ડના પી.એમ.ઓ. દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ ટાપુ રાષ્ટ્રનું સંરક્ષણ 'નાટો' સૈન્ય ગઠબંધનનાં માળખામાં જ રહેશે.

ટ્રમ્પે લીઝ કે ટૂંક સમયની વ્યવસ્થા ફગાવી દેતાં સંપૂર્ણ અધિગ્રહણ (કબ્જા) ઉપર જ ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે, 'રાષ્ટ્રીય સલામતી માટે અમેરિકાએ તેમ કરવું અનિવાર્ય છે, કારણ કે રશિયા અને ચીન ત્યાં ઘૂસી જવા આર્કિટકમાં સક્રિય થયા છે.'

ટ્રમ્પે નાટો દેશો ઉપર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વાસ્તવમાં મેં જ આ ગઠબંધનને બચાવ્યું હતું પરંતુ અમેરિકાને જરૂર પડે ત્યારે તે તેને સાથ આપતું નથી. બીજી તરફ ગ્રીનલેન્ડ તથા ડેન્માર્ક બંનેએ કહ્યું કે, 'આ ટાપુ દેશ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ કે તેની ઉપર કબ્જો જમાવવાની કોશીશ ચલાવી લેવાશે નહીં, તેનો સામનો કરવામાં આવશે.'

આમ અત્યારે તો ગ્રીનલેન્ડ કોકડું ઘણું વધુ ગૂંચવાયું છે. ડેન્માર્ક સાથે ગ્રીનલેન્ડ પણ 'નાટો' ગઠબંધનનું સભ્ય છે. અમેરિકા નાટો ગઠબંધનનું અગ્રીમ રાષ્ટ્ર છે. પ્રશ્ન તે છે કે, એક નાટો રાષ્ટ્ર બીજા નાટો રાષ્ટ્ર ઉપર હુમલો કરી શકે? બીજી તરફ ટ્રમ્પનાં આ વલણ સામે યુરોપીયન રાષ્ટ્રો ડેન્માર્ક અને ગ્રીનલેન્ડની સાથે ઉભા છે. તેઓ સ્પષ્ટ કહે છે કે, ટ્રમ્પના કહ્યા મુજબ રશિયન અને ચીની યુદ્ધ જહાજો ગ્રીનલેન્ડ ફરતા ફરે છે, પરંતુ તેવું કશું દેખાતું નથી. 

આ સમાચાર શેર કરો